skip to content

વાંકાનેર: અકીલ વકાલિયાનું અપહરણ કરીને માર મારનારા ત્રણની ધરપકડ કરતી પોલીસ

વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામના યુવાન અકીલ વકાલિયાને થોડા દિવસો પહેલા વ્યાજની વસુલી માટે કારમાં ઉઠાવી જઈને ઢોરમાર મારવામાં આવ્યો હતો. જેમની અકિલે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં આઠ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી જે ગુનામાં હાલમાં વાંકાનેર સીટી પોલીસે મુખ્ય ત્રણ આરોપીની ધરપકડ કરી છે.

વાંકાનેરના ચંદ્રપુર ગામે ગુલશન પાર્ક સોસાયટીમાં રહેતા અને ટ્રાન્સપોર્ટમાં નોકરી કરતા અકિલ ઈસ્માઈલભાઈ વકાલિયા (ઉ.વ.૨૧)ને પૈસાની જરૂરિયાત હોય વઘાસીયાના કૃષ્ણસિંહ ઉર્ફે કાદુભા મંગલસિંહ ઝાલા અને સત્યપાલસિંહ ઉર્ફે સતુભા ઝાલા પાસેથી રૂપિયા ૫૦ હજાર વીસ ટકાના વ્યાજે લીધા હતા જે રકમ અને વ્યાજનાં નાણા ચૂકવી દીધા હતા છતાં પણ વ્યાજ અને પેનલ્ટીની ઉઘરાણી ચાલુ રાખીને તેના ઉપર ત્રાસ આપવામાં આવતો હતો.

તેવામાં ચંદ્રપુરના ઓવરબ્રિજ પાસેથી કાદુભા દરબારના સાગરિત એવા બ્રિજરાજસિંહ અને મયુરસિંહ આવ્યા હતા અને અકીલનું કારમા અપહરણ કરીને ઓફિસમાં ગોંધી રખાયો હતો જ્યાં તેને માર મારવામાં આવ્યો હતો અને તેથી ઈજાગ્રસ્ત થયેલા અકલેન તેના મિત્રોએ દવાખાને ખસેડયો હતો ત્યાર બાદ ભોગ બનેલ અકિલે 8 શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે હાલમાં કૃષ્ણસિંહ ઉર્ફે કાદુભા મંગલસિંહ ઝાલા, વાસુદેવ ઉર્ફે બ્રિજરાજસિંહ ઝાલા અને સત્યપાલસિંહ ઉર્ફે સતુભા ઝાલાની ધરપકડ કરેલ છે અને બાકીના આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/JyR2V8hjS4LAPJZA65ZTwk

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો