Placeholder canvas

આખરે વાંકાનેર નગરપાલિકાને પ્રોબેશનર IAS ચીફ ઓફિસર મળ્યા

વાંકાનેર નગરપાલિકામાં ચીફ ઓફિસરની જગ્યા ઘણા સમયથી ખાલી હતી અહીંયા છેલ્લે ગિરીશ સરૈયા ચીફ ઓફિસર તરીકે હતા તેઓની મોરબી ખાતે બદલી થતાં વાંકાનેર નગરપાલિકાનો ઇન્ચાર્જ ચીફ ઓફિસર થી વહીવટ ચાલતો રહ્યો હતો.

આ બાબતે ભાજપના વાંકાનેરના અગ્રણીઓ મોહનભાઈ કુંડારીયા અને કુંવરજીભાઈ બાવળીયા સમક્ષ રજૂઆતો પણ કરી હતી, જે તે સમયે વાંકાનેરમાં ટીડીઓની જગ્યા પણ ખાલી હતી. વાંકાનેરમાં રેગ્યુલર ટીડીયો આવી ગયા બાદ ગઈ કાલે વાંકાનેર નગરપાલિકામાં પણ રેગ્યુલર ચીફ ઓફિસર મુકવામાં આવ્યા છે.

વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે આ નર્મદા જિલ્લામાંથી પ્રોબેશનર આઇ.એ.એસ યુવરાજ સિદ્ધાર્થને મૂકવામાં આવ્યા છે. તેઓએ ટૂંક સમયમાં વાંકાનેર આવીને ચીફ ઓફિસરનો ચાર્જ સંભાળશે.

આ સમાચારને શેર કરો