વાંકાનેર: જડેશ્વર મંદિરમાં શ્રાવણ માસમાં યોજાતા ધાર્મિક કાર્યક્રમો મોકૂફ રખાયા
વાંકાનેર : વાંકાનેરના સ્વયંભુ જડેશ્વર મહાદેવ મંદિરમાં જુદા-જુદા ધાર્મિક કાર્યક્રમો જેવા કે પ્રાતઃ આરતી, મધ્યાહ્ન આરતી, સાંજે મહાઆરતી વગેરે દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. તેમજ સમગ્ર શ્રાવણ માસ દરમ્યાન મેળાઓ તેમજ બ્રહ્મ ચોર્યાશી (ભંડારો), અન્નક્ષેત્ર (પ્રસાદ ભોજન) તેમજ બ્રાહ્મણોને પૂજા માટે રોકાણ કરવા તેમજ યાત્રીકોને ઉતારાની વ્યસ્થા બંધ રાખેલ છે. માત્ર દર્શનાર્થીઓ માટે દર્શન વ્યસ્થા નિયમાનુસાર ચાલુ રહેશે. જે બાબત સર્વે ધર્મપ્રેમી જનતાએ નોંધ લેવા મહંત અને ટ્રસ્ટીની યાદીમાં જણાવેલ છે.
ઉલ્લેખનીય છે કે જડેશ્વર મહાદેવ મંદિરમાં દર્શન માટેનો સમય સવારે 7 થી 11 કલાક સુધી તથા બપોરે 2 થી 6 કલાક સુધીનો રહેશે. તેમજ સરકારના આદેશ અનુસાર 10 વર્ષથી નાના બાળકો અને 65 વર્ષથી વધુ વયના વ્યક્તિઓને મંદિર પરીસરમાં પ્રવેશ આપવામાં આવશે નહિ.