Placeholder canvas

મોરબી જિલ્લાના સૌથી જુના 36 LAR કેસોમાં એકસાથે ચુકાદો આપતી વાંકાનેર કોર્ટ

વાંકાનેર : સમગ્ર મોરબી જિલ્લામાં સૌથી જુના 36 જેટલા એલ.એ.આર. કેસો વાંકાનેર કોર્ટમાં પડતર પડ્યા હતા. વાંકાનેર કોર્ટના પ્રિન્સીપાલ સિનિયર સિવિલ જજ ડી. એમ. શાહ સાહેબએ ડી.જી.પી. વી.સી.જાની દ્રારા રજુ રાખવામાં આવેલ લેખીત તથા મૌખીક પુરાવાઓ તથા દલીલો ધ્યાને લઈને ૨૪થી ૩૫ વર્ષ જુના આ ૩૬ કેસોમાં એક સાથે આજરોજ ચુકાદાઓ આપી કેસો આજરોજ ફેસલ કરેલ અને અરજદારની અરજીઓ નામંજુર કરેલ છે.

વધુમા છેલ્લા ૦૯ માસના ટુંકા ગાળામાં પ્રિન્સીપાલ સિનિયર સીવીલ જજ ડી. એમ. શાહ સાહેબે ૧૦ – ૨૦ વર્ષથી ઉપરના કુલ- ૭૦ જેટલા પડતર ફોજદારી તથા સિવિલ કેસો ફેસલ કરેલ છે. આમ કોર્ટમાં પડતર કેસોનો નિકાલ કરવામાં તેઓએ ઉમદા કામગીરી કરી કોર્ટનું ભારણ ઘટાડવા સતત પ્રયત્નશીલ રહ્યા છે.

આ સમાચારને શેર કરો