skip to content

વાંકાનેર: કોરોના પોઝિટિવ જીતુભા ઝાલાને હોસ્પિટલમાંથી અપાઈ રજા

વાંકાનેર: મોરબી જિલ્લાનો બીજો અને વાંકાનેર નો પહેલો અને એકમાત્ર કોરોના પોઝિટિવ કેસ જીતુભા ઝાલા જેવો વાંકાનેરની અરુનોદય સોસાયટીમાં રહે છે. તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા રાજકોટની ખાનગી હોસ્પિટલમાં એડમિટ થયા હતા. તેમની તબિયત દિવસે દિવસે સુધારો થઇ રહ્યો હતો અને આજે તેમનામાં કોરોનાના કોઇ લક્ષણ ન દેખાતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને વાંકાનેર એમ્બ્યુલન્સમાં લઈ આવવામાં આવ્યા છે.

જીતુભાના સોસાયટીમાં બે મકાન હોવાથી તેઓ તેમનો પરિવાર જે મકાનમાં રહે છે તેમાં નહીં પરંતુ બીજા મકાનમાં અલગ (એકલા) 7 દિવસ માટે હોમ કોરોનટાઇન રહેશે. જિતુભા ની હાલમાં તબિયત એકદમ નોર્મલ છે પરંતુ તેઓ વધુ ચાવચેતીના ભાગરૂપે 7 દિવસ માટે હોમ કોરોનટાઇન રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે અરુણોદય સોસાયટીમાં આ પોઝિટિવ કેસ નોંધાતા અરુણોદય સોસાયટી તેમજ શાસ્ત્રીનગર સોસાયટીને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરી દેવામાં આવેલ છે. આ સોસાયટીના લોકો બહાર જઇ શકે નહીં અને બહારથી કોઈ સોસાયટીમાં આવી પણ ન શકે તેમજ સોસાયટીવાળા લોકોને આવશ્યક જરૂરી ચીજ- વસ્તુઓ તેમને મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/EQbRFlsJXb2GcBBWtsfKqZ

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો