વાંકાનેર: જોધપર ગામમાં ખેતરમાં લોડર ચલાવવાના મામલે મારામારી
વાંકાનેર : વાંકાનેરના જોધપર ગામમાં ખેતરમાં લોડર હાંકવાના મામલે મારામારીનો બનાવ બન્યો હતો. જેમને વાંકાનેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
ગઈકાલે તા. 9 ફેબ્રુઆરીના રોજ જોધપર ગામની સીમમાં ફરિયાદી જાબીરભાઇ મહમદહનીફભાઇ શેરસીયા (ઉ.વ. ૨૪)ની વાડીમાં આરોપીઓ ગીરીરાજસિંહ (રહે. ગારીયા) તથા ત્રણ અજાણ્યા માણસોને પોતાની વાડીમાં લોડર નહી હાંકવાનુ કહેતા આરોપીઓને નહિ ગમતા આરોપીઓએ મારામારી કરી જાબીરભાઇને માથાના ભાથે લાકડાનુ બડીકુ મારી માથાના ભાગે ઇજા પહોંચાડી હતી. આ બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.