Placeholder canvas

વાંકાનેર: રિક્ષામાં વ્હિસ્કીની 78 બોટલો ઝડપાઇ, બેની અટકાયત 

વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા સી.એન.જી. રીક્ષાની આડમાં ઇગ્લીશ દારૂની હેરાફેરી કરતા બે ઇસમોને ઇગ્લીશ દારૂની બોટલો નંગ-78 (કી.રૂ. 40,560) મળી કુલ કી રૂ. 1,00,560ના મુદામાલ સાથે પકડી પાડવામાં આવ્યો છે.

આજે તા. 30ના રોજ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા તેઓને મળેલ હકિકત આધારે વાંકાનેર તાલુકાના મહીકા ગામના પુલ પાસેથી સી.એન.જી રીક્ષા નંબર-GJ-03-BX-0405માંથી ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂ વ્હિસ્કીની બોટલ નંગ-78 (કી.રૂ. 40,560) ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂ અને રીક્ષા મળી કુલ રૂ. 1,00,500નો મુદામાલ કબ્જે કર્યો છે. તેમજ આરોપીઓ અફઝલભાઇ ઇકબાલભાઇ પીપરવાડીયા અને આશીફભાઇ જીવાભાઇ મીનીવાડીતા વિરૂધ્ધ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

આ સમાચારને શેર કરો