Placeholder canvas

વાંકાનેર: નેશનલ હાઈવે પર ટ્રકે બાઈકને અડફેટે લેતાં બેનાં મોત

વાંકાનેર 27 નેશનલ હાઈવે પર ક્યુટોન સિરેમિક્સ પાસે એક ટ્રકે બાઈકને હડફેટ લેતા બાઈક પર સવાર બંને યુવકના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત થયા છે.

મળતી માહિતી મુજબ હાઈવે પર ક્યુટોન સીરામીક પાસે ડબલ સવારી વાળા બાઈકને મોટા ટેઇલર ટ્રકે અડફેટમાં લેતા અને આ બંને યુવક ઉપર ટેઇલરનું ચડી જતા બંને યુવકના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત થયા છે.

વધુમાં મળેલી માહિતી મુજબ આ રાજસ્થાનના પાસિંગ વાળો ટ્રક નં.RJ 52GA, 3990 એ મોટરસાયકલ Gj 33 D 7399 ને હડફેટ લીધું હતું અને બોટાદના આ બંને યુવાનો ઘટના સ્થળે મોત થયું હતું.જેમાં એક યુવકનું તો માથું જ સાવ ચેપાઈ ગયું હતું. આ બન્ને ડેડબોડીને હોસ્પિટલે ખસેડવામાં આવી છે અને પીએમ માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ટેઇલર અને ટેઇલરના ચાલકને પોલીસ વાંકાનેર પોલીસ સ્ટેશન લઇ આવી છે તેમના પર કાર્યવાહી કરવાની કામગીરી હાથ ધરી હોવાની માહિતી મળી છે.

આ સમાચારને શેર કરો