વાંકાનેર: પોકેટકોપ મોબાઈલ એપ દ્રારા પોલિસે બાઇક ચોરીનો ભેદ ઉકેલ્યો
વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે ઢૂંવા ગામે ઓવરબ્રિજ નીચેથી ચેકીંગ દરમિયાન સ્પ્લેન્ડર બાઇક નં. જીજે 36 કે 6527 લઈને પસાર થતા અશોકભાઈ ભીમજીભાઈ બારૈયા ઉ.વ.41 રહે. રવાપર-ધૂનડાવાળાને રોકયા હતા. બાદમાં પોકેટકોપ એપ મારફત ખરાઈ કરતા આ બાઇક વિનોદભાઈ જગાભાઈ ઘેણોજા રહે.માટેલ વાળાનું હોવાનું ખુલ્યું હતું. બાદમાં પ્રાથમિક પૂછપરછમાં બાઈકચાલક શખ્સએ બાઇક ચોરી કર્યાની કબુલાત આપતા તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.