વાંકાનેર: જામનગર પાસે દ્વારકા જઈ રહેલા ભરવાડ સમાજના બે પદયાત્રીઓનું માર્ગ અકસ્માતમાં મોત
![](https://kaptaan.co.in/wp-content/uploads/2025/01/galaxy-new-ad-1-Jan.jpg)
એક પદયાત્રી વાંકાનેરના અને બીજા ખેડાના ટીંબલી ગામના છે
![](https://kaptaan.co.in/wp-content/uploads/2021/03/Screenshot_20210319-190053_copy_499x285.jpg)
વાંકાનેરના ભરવાડ સમાજના વ્યક્તિઓ પગપાળા દ્વારકા જઈ રહ્યા હતા ત્યારે જામનગર પાસે માર્ગ અકસ્માતમાં બે વ્યકિતના મોત થયા છે.
અમોને મળેલી માહિતી મુજબ આ બંને ભરવાડ સમાજના પદયાત્રી માંથી એક વાકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામે જુના ઝાપા વિસ્તારમાં રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા પરબતભાઇ ગાંડુભાઇ ફાંગલીયા અને તેના કૌટુંબિક ભાઇ ખોડાભાઇ રાણાભાઇ ફાંગલીયા અને અન્યની સાથે પગપાળા દ્રારકા ભગવાન દ્રારકાધીશજીના દર્શનાથે જવા નિકળ્યા હતા. તેમને રસ્તામાં ખેડાના મહેમદાવાદના ટીંબલી ગામે રહેતા હિરાભાઇ મેરૂભાઇ લંબારીયા મળ્યા હતા.
આ બધા પદયાત્રીકો સાથે પગપાળા આગળ વધી રહયા હતા. તેઓ ફલ્લા નજીક મોડી રાત્રે સવા બે વાગ્યાના આસપાસ ગામની ગોલાઇ પર મફતીયા પરા માર્ગ પર પસાર થઇ રહયા હતા, ત્યારે છોટા હાથીના ચાલકે ખોડાભાઇ અને બાદમાં હિરાભાઇને હાડફેટ લેતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો.જેમાં ખોડાભાઇ (ઉ.વ. 70) અને હિરાભાઇ(ઉ.વ. 55) બંનેને ગંભીર ઇજા થતા તેઓના ઘટનાસ્થળ પર જ મૃત્યુ નિપજયા હતા.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/05/kaptaan-new-ad.jpg)