મોરબી શહેરમાં વધુ બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, જિલ્લાના કુલ કેસ થયા 96
મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના કેસનો આંકડો સદી સાવ નજીક પહોંચી ગયો છે. આજે બાપોરે એક કોરોના કેસ નોંધાયા બાદ સાંજે મોરબી શહેરમાં વધુ 2 કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં એક કેસ કન્યા છાત્રાલય પાછળ આવેલા પુનિત નગરમાં અને એક કેસ નવલખી ફાટક પાસે આવેલા સિલ્વર પાર્ક સોસાયટીમાં નોંધાયો છે. આ સાથે મોરબી જિલ્લામાં કુલ કોરોનાના કેસની સંખ્યા 96 થઇ ગયા છે.
આજે સાંજના નોંધાયેલા બે કોરોના કેસની મળતી વિગતો મુજબ મોરબી શહેરના કન્યા છાત્રાલય પાછળ આવેલા પુનિત નગરમાં રહેતા 68 વર્ષના વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે આ ઉપરાંત મોરબીના બાયપાસ રોડ પર, નવલખી ફાટક પાસે આવેલી સિલ્વર પાર્ક સોસાયટીમાં રહેતા 65 વર્ષના વૃદ્ધાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
આ બંનેના રિપોર્ટ ખાનગી હોસ્પિટલ મારફત અમદાવાદની ખાનગી લેબોરેટરીમાં કરવામાં આવ્યા હતા. આજના કેસનો આંકડો 3 થઈ ગયો છે. જ્યારે મોરબી જિલ્લાના કુલ કેસનો આંકડો 96 થઈ ગયો છે.