રાજકોટમાં પ્રજાસત્તાક પર્વના અશ્વ શો કાર્યક્રમમાં બે ઘોડા બાખડ્યા..!!

રાજકોટમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી આજથી શરૂ કરવામાં આવી છે. ત્યારે રાજકોટમાં આજથી જુદા-જુદા કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે, જે કાર્યક્રમો આગામી 26મી જાન્યુઆરી સુધી ચાલશે. ત્યારે પ્રજાસત્તાક પર્વની ઉજવણીની શરૂઆત અશ્વ શો થી કરવામાં આવી હતી.

રાજકોટના પોપટપરા વિસ્તારમાં આવેલ માઉન્ટેન પોલીસ વિભાગના ગ્રાઉન્ડમાં અશ્વ શો યોજવામાં આવ્યો હતો. જે અશ્વ શો માં ખુદ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહ્યા હતા. અશ્વ શો માં કુલ ૭૯ ઘોડે સવારો એ ભાગ લીધો હતો. તો સાથે જ બે રોલ રેસ મટકીફોડ જેવા કરતબો પણ બતાવ્યા હતા. આ સમયે ચાલુ કાર્યક્રમ દરમિયાન બે અશ્વો એકબીજા સાથે બાખડી પડતાં માઉન્ટેન પોલીસ કર્મીઓમાં નાસભાગ મચી જવા પામી હતી.

અશ્વ શો પૂરબહારમાં શરૂ હતો અને પોલીસકર્મીઓ અશ્વો પર સવારી કરી અને કરતબ બતાવી રહ્યા હતા. દરમિયાન એક કાળા કલરનો અશ્વ બાખડી પડ્યો હતો. તેણે નજીકના ઘોડા સાથે લડવાનું શરૂ કરી દીધું હતું. દરમિયાન પોલસકર્મીઓ તેને કાબુમાં લે તે પહેલાં જ એક અશ્વના પટ્ટા બીજા અશ્વના પગમાં વિંટળાઈ ગયા હતા.

આ સમાચારને શેર કરો