skip to content

આજે ગુજરાતનો ૬૧મો સ્થાપના દિવસ: ‘ઈન્દુચાચા’ની આગેવાનીમાં મળ્યું હતું 60 વર્ષથી ઝળહળતું ગુજરાત

આજે ગુજરાતનો 61મો સ્થાપના દિવસ છે. તત્કાલીન બૉમ્બે સ્ટેટ (પ્રૉવિન્સ)નો ભાગ રહેલા ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો અપાવવા 1956થી 1960 સુધી ચાલેલાં મહાગુજરાત આંદોલનમાં અનેક લોકો શહીદ થયા હતા. આ મહાગુજરાત આંદોલનના નૈત્વૃત્વ ઈન્દુલાલ યાજ્ઞિકે કર્યુ હતુ.

ભારતમાં એવા અનેક રાજ્યો છે, જે પ્રાકૃતિક સૌદર્યની સાથે વિવિધતાથી ભરેલા છે. આવું જ એક રાજ્ય છે, ગુજરાત. જેણે વિશ્વને સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ગૌરવ પ્રાપ્ત છે. આ રાજ્યમાં જ વિશ્વનું સૌથી મોટુ સફેદ રણ કચ્છમાં આવેલું છે. જેનું આગવું આકર્ષણ છે.

ગુજરાતમાં ગીરના સિંહોથી લઈને સોમનાથ મંદિર સાથે સંકળાયેલી વાર્તાઓથી લોકો પરિચિત છે. ગુજરાતના ઉત્તર-પશ્ચિમમાં પાકિસ્તાનની સરહદ, દક્ષિણ-પશ્ચિમમાં અરબ સાગર, ઉત્તરમાં રાજસ્થાન, દક્ષિણમાં મહારાષ્ટ્ર અને પૂર્વમાં મધ્ય પ્રદેશ રાજ્ય આવેલ છે. ગુજરાત ભારતનું 7મું સૌથી મોટુ રાજ્ય છે. દરવર્ષે 1 મેંના રોજ ગુજરાતનો સ્થાપના દિવસ મનાવવામાં આવે છે. 1 મેં 1960એ ગુજરાત રાજ્યની સ્થાપના થી અને તેને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળ્યો. 1960 પહેલા તે મુંબઈનો એક ભાગ હતું.

ગુજરાતનો સંક્ષિપ્ત ઈતિહાસ
ગુજરાતનો ઈતિહાસ સદીઓ જૂની હડપ્પા સંસ્કૃતિથી લઈને મુઘલ કાળ સુધી ફેલાયેલો છે. ગુજરાતનો ઈતિહાસ 2000 ઈપૂનો માનવામાં આવે છે. અહીં અનેક લોકોનું શાસન રહ્યું, જેમાં મૌર્ય અને ગુપ્ત મુખ્ય છે. પ્રાચીન કાળમાં ગુજરાતે સૌથી વધુ પ્રગતિ ચાલુક્ય રાજ (સોલંકી વંશ)માં જોઈ. જે બાદ ગુજરાત પર અનેક વંશો અને મુઘલોનું પણ શાસન રહ્યું. ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં પણ ગુજરાતનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. આજ ગુજરાતે મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા નેતાઓ આપ્યા છે.

2011માં કરવામાં આવેલ વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતની વસ્તી 6,038,3628 છે. અહીંનું ભૌગોલિક ક્ષેત્રફળ 1,96,063 વર્ગ કિલોમીટર છે. ગુજરાતમાં ગુજરાતી ઉપરાંત હિન્દી અને અંગ્રેજી ભાષા બોલાય છે. રાજ્યનો સાક્ષરતા દર 79.31 ટકા છે, જ્યારે રાજ્યમાં કુલ 33 જિલ્લાઓ છે.

ગુજરાતના પ્રવાસન સ્થળો
ધાર્મિક સ્થળોમાં દ્વારકા, સોમનાથ, પાલિતાણા, પાવાગઢ, અંબાજી, ભદ્રેશ્વર, તારંગા અને ગિરનાર મુખ્ય છે. મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદર અને સાબરમતી આશ્રમ પણ જોવા લાયક છે.

પૂરાતત્વ અને વાસ્તુકલાની દ્રષ્ટિએ પાટણ, સિદ્ધપુર, વડનગર, મોઢેરા, લોથલ અને અમદાવાદ જેવા સ્થળો છે. આ સિવાય અહમદપુર માંડવી, ચોરવાડ અને તિથલનો દરિયા કિનારો, સાપુતારા હિલ સ્ટેશન, ગીરમાં સિંહોનું અભ્યારણ્ય પણ પર્યટકોમાં આકર્ષણનું કેન્દ્ર છે.

ગુજરાતના કેટલાક રોચક તથ્ય
→ ગુજરાત ભારતનું સૌથી મોટું મીઠુ પકવનાર રાજ્ય છે. દેશના કુલ મીઠાનું 60 ટકા ઉત્પાદન ગુજરાતમાં જ થાય છે.
→ વેપારની દ્રષ્ટિએ વિશાળ દરિયાકાંઠો હોવાના કારણે તેનું આગવું મહત્વ છે. ગુજરાતમાં કુલ 40 બંદરો છે. જેમાં કંડલા પોર્ટ મુખ્ય છે.
→ દેશમાં કપાસ, તમાકુ અને મગફળીનું ઉત્પાદન કરનારા રાજ્યોમાં ગુજરાત મુખ્ય છે.
→ ગુજરાતને ભારતની પેટ્રોલિયમ રાજધાની પણ માનવામાં આવે છે
→ ગુજરાત વિશ્વમાં સૌથી વધુ પોલિશ હિરાનું ઉત્પાદક રાજ્ય છે. વિશ્વમાં 80 ટકા હીરાની પોલિશ ગુજરાતમાં જ થાય છે. સુરત વિશ્વમાં સૌથુ મોટું હીરાનું હબ માનવામાં આવે છે.
→ ડેનિમ ઉત્પાદનમાં 65 થી 70 ટકા યોગદાન સાથે ગુજરાત દેશમાં ડેનિમનો સૌથી મોટુ ઉત્પાદક છે અને વિશ્વમાં ત્રીજા નંબરે છે.
→ ગુજરાતમાં 18 ડોમેસ્ટિક એરપોર્ટ અને 1 આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે
→ ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ ઈન્ટરનેશનલ ટ્રેડ અનુસાર, ગુજરાત રાજ્યમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણ એપ્રિલ 2000 થી ડિસેમ્બર 2019 સુધી 24.47 બિલિયન અમેરિકન ડોલર સુધી પહોંચી ગયું છે.
→ ભારતની સંપૂર્ણ FDIમાં ગુજરાતની લગભગ 5 ટકા ભાગીદારી છે.

ગુજરાતના સ્થાપના દિવસની તમામ ગુજરાતીઓને કપ્તાન પરિવાર તરફથી હાર્દિક શુભેચ્છાઓ…

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/C5nUv0JlDWPG3E4zTpd2xA

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો