Placeholder canvas

પોરબંદરના દાનવીર ઉદ્યોગપતિ રિઝવાન આડતીયાનું આફ્રિકામાં અપહરણ…

પોરબંદર : મૂળે પોરબંદરના રહેવાસી અને આફ્રિકામાં બિઝનેસમાં કાઠું કાઢનારા ખોજા ઉદ્યોગપતિ રિઝવાન આળતીયાનું મોઝામ્બિકમાં અપહરણ થયું હોવાની ઘટના સામે આવતા સૌરાષ્ટ્રમાંસ ખળભળાટ મચી ગયો છે. આળતીયા દાનવીર ઉદ્યોગપતિ તરીકે જાણીતા છે અને તેઓ પ્રતિષ્ઠિત વ્યક્તિત્વ છે અને તાજેતરમાંજ તેમના જીવન પરથી ફિલ્મ બની હતી.

તેમની કાર જંગલ વિસ્તારમાંથી મળી આવી છે. તેમની સાથે ડ્રાઇવર કે કોઈ પણ વ્યક્તિ નહોતી. આમ રિઝવાન આળતીયાનું અપહરણ થયું છે તેવી ચર્ચાઓએ વેગ પકડ્યું છે. દરમિયાન તેમના અપહરણની જાણ થતા જ ભારત સરકારને પણ જાણકારી આપવામાં આવી છે અને રાજદ્વારી મદદ મંગાઈ છે.

આળતીયા કોજસ ગ્રુપના નામે વિશ્વમાં અનેક સુપર માર્કેટ ધરાવે છે

રિઝવાન આળતીયા રિઝવાન ફાઉન્ડેશનના તેઓ સ્થાપક છે : મોટા ગજાના દાનવીર છે : કોજસ ગ્રુપના નામથી દુનિયાભરમાં અનેક મોલ ધરાવે છે : ભારતીય સમય મુજબ રાત્રે 11 આસપાસ મોઝામ્બિંકમાં ઝૂમબા માર્કેટથી ઘરે જાવા સેલ્ફ ડ્રાઇવિંગમાં નીકળેલ ત્યારે માટોલા પાસે આંતરી અપહરણ કરાયુ હોવાનુ સામે આવ્યુ છે.

પોરબંદરથી પેરે કપડે જઈને કરોડો રૂપિયાનું એમ્પાયર ઉભું કર્યુ

આળતીયાએ પોરબંદરથી પેરે કપડે આફ્રિકા જઈને કોજસ ગ્રુપના નામે સુપરમાર્કેટ અને મોલ્સનો બિઝનેશ શરૂ કર્યો હતો અને કરોડો રૂપિયાનું એમ્પાયર ઉભું કર્યુ હતું. તેમની આ સફળતા પર જ તાજેતરમા ફિલ્મ બની જેનું નામ રિઝવાન છે. તેઓ વડાપ્રધાન મોદીને પણ વ્યક્તિગત રીતે ઓળખે છે, આ હાઇપ્રોફાઇલ કિડનેપીંગ કેસના કારણે પોરબંદર સહીત સૌરાષ્ટ્રના ખોજા સમાજમાં ચિંતાની લાગણી વ્યાપી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/C5nUv0JlDWPG3E4zTpd2xA

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો