skip to content

કુવાડવાનાં નાગલપરમાં સગાઇ તોડયાનાં ત્રણ કલાક બાદ યુવતીના ઘરે જઇ યુવકનું પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન

ફોન પર વાતચીત થયા બાદ બોલાચાલી થતાં પરિવારને સાથે રાખી સગાઇ તોડી : કામે જાવ છું કહીને નીકળ્યા બાદ યુવાને પગલુ ભરી લીધું.

રાજકોટ: કુવાડવા પાસેના આણંદપર નવાગામે રહેતા કોળી યુવાને નાગલપરમાં રહેતી યુવતી સાથે સગાઇ કરી હતી ત્યારબાદ બંને વચ્ચે ફોન પરની વાતચીત થયા બાદ બંનેના પરિવારે એકબીજાને જાણ કરી ગઇકાલે સગાઇ તોડી હતી અને યુવાને કારખાને જવાનું કહી યુવતીનાં ઘરે જ પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

આ બનાવની મળેલ માહિતી મુજબ આણંદપર નવાગામમાં સાત હનુમાન પાસે રહેતા પ્રવિણ બાબુભાઇ અઘોલા (ઉ.વ.24) નામનો કોળી યુવાન ગઇકાલે બપોરે 3 વાગ્યે નાગલપર ગામે પોતાની જાતે શરીરે પેટ્રોલ છાંટી સળગી જતાં તેને અત્રેની સિવિલમાં ખસેડાયો હતો. આ મામલે પ્રવિણભાઇનાં પરિવારે જણાવ્યું હતું કે પ્રવિણ બે ભાઇ એક બહેનમાં વચેટ છે. પોતે ઇમીટેશનનું કામ કરે છે. પ્રવિણની સગાઇ નાગલપરમાં રહેતી યુવતી સાથે થઇ હતી. ત્યારબાદ બંને વચ્ચે ફોન પર વાતચીત થતી રહેતી અને ગઇકાલે અચાનક ફોન પર વાતચીત થયા બાદ સગાઇ તોડવાનો નિર્ણય લીધા બાદ બંનેનાં પરિવારે રાજીખુશીથી સગાઇ તોડી ગઇકાલે બપોરે ઘરે આવ્યા હતાં.

પ્રવિણ ઘરે કામે જવાનું કહ્યા બાદ પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવીને સગાઇ તોડયાનાં ત્રણ કલાક બાદ નાગલપર ગામે યુવતીનાં ઘરે જઇ પેટ્રોલ છાંટી ભડભડ સળગતાં પરિવારજનોએ પ્રવિણના પરિવારે જાણ કરી રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડયો હતો અને ત્યારબાદ વધુ સારાવર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડયા છે. આ બનાવ અંગે કુવાડવા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમાચારને શેર કરો