ઢુવા ચોકડી પાસેથી બાઈકની ચોરી
વાંકાનેર : વાંકાનેર તાલુકામાં ઢુવા ચોકડી પાસેથી એક બાઈકની ચોરી થઇ ગઈ હતી. હાલમાં પોલીસે ચોરની શોધખોળ આદરી છે.
મૂળ હરીયાણાના સોનીપત જિલ્લાના ગુહાના તાલુકાના રીવારા ગામના વતની હાલ વાંકાનેર તાલુકામાં ઢુવા ચોકડી પાસે આવેલ જેટ કંપની પાસે આવેલ ભુપતભાઇની ઓરડીમાં રહેતા અને મજુરી કામ કરતા મનોજભાઇ રામેશ્વર મલિક (ઉ.વ. ૩૧)એ પોતાનું મોટરસાઇકલ હોન્ડા ટ્વીસ્ટર મોટરસાઇકલ નં. જીજે-૦૩-ઇજી-૧૪૩૬ ઓરડી પાસે પાર્ક કર્યું હતું.
આ બાઇકને ગત તા. 7ના રાતના 8-30થી સવારના 4-45 વાગ્યા દરમિયાનમાં કોઇ ઇસમ ચોરી કરી લઇ ગયો હતો. મનોજભાઈએ ઘરમેળે શોધખોળ કરી હતી. પરંતુ બાઇકનો પત્તો ના લાગતા ગઈકાલે તા. 10ના રોજ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.