Placeholder canvas

વાંકાનેર: ઘરફોડ ચોરને રૂ. 87 હજારના મુદ્દામાલ સાથે ઝડપી લેતી પોલીસ

વાંકાનેર : વાંકાનેરમા થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે. પોલીસે તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ તપાસતા એક શખ્સ શંકાસ્પદ હિલચાલ કરતો નજરે પડ્યો હતો. બાદમાં આ શખ્સને ઝડપી તેના ઘરની તલાસી લેતા ચોરી થયેલો રૂ. 87 હજારનો મુદામાલ મળી આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

મળેલ માહિતી મુજબ વાંકાનેર શહેર વિસ્તારમાં પ્રતાપપરા શેરી નંબર-૧માં ઘરમાં ચોરી થઈ હતી. જેમાં રોકડા રૂપીયા 40,500 અને ચાંદીની વસ્તુઓ કિંમત રૂ. 46,700 મળી કુલ રૂ. 87,200ના મુદ્દામાલની ચોરી થઈ હતી. પોલીસે આ ગુનાનો ભેદ શોધી કાઢવા માટે ફરીયાદીના ઘરની આજુબાજુ તેમજ જુદી-જુદી જગ્યાએ સી.સી.ટી.વી ફુટેજ ચેક કરતા એક લાલ ટી-શર્ટવાળો ઈસમ શંકાસ્પદ હીલચાલ કરતો જોવા મળ્યો હતો.

આ ઈસમની તપાસ રાખતા મજકુર ઈસમ નવાપરા વાંકાનેર દેવીપુજક વાસમાં રહેતો નવઘણભાઈ ભલુભાઈ વિકાણી હોવાનું જણાઈ આવેલ હોય ત્યારબાદ નવાપરા સામે આવેલ હાઈવે રોડ ઉપરથી પોલીસે તેને પકડી પાડ્યો હતો. બાદમાં તેને સાથે રાખી તેના ઘરની ઝડતી તપાસ કરતા ચાંદીની અલગ અલગ ચીજવસ્તુ તથા રોકડા રૂપિયા મળી આવ્યા હતા. જે બાબતે પુછપરછ કરતા પોતે પીર મશાયક હોસ્પીટલ પાછળવાળી એક શેરીમાં આવેલ બંધ મકાનમાંથી ચોરી કરેલ હોવાની કબુલાત આપી હતી.

આ કામગીરીમાં એએસઆઈ એચ.ટી મઠીયા, પોલીસ હેડ કોન્સ હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર, પોલીસ કોન્સ દીવ્યરાજસિંહ દેવેન્દ્રસિંહ ઝાલા, કુષ્ણરાજસિંહ પુથ્વીરાજસિંહ ઝાલા, પ્રતિપાલસિંહ અનીરૂધ્ધસિંહ વાળા સહિતના રોકાયેલ હતા.

આ સમાચારને શેર કરો