Placeholder canvas

મોરબી: શિક્ષકને પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રીએ માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી

મોરબી શહેરના શાળાના રોડ ઉપર આવેલ જ્ઞાનપથ વિદ્યાલયમાં ગઈકાલે પ્રાથમિક માધ્યમિક શિષ્યવૃતિની પરીક્ષા ચાલી રહી હતી ત્યારે શહેર પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રીએ પોતે સ્કવોર્ડમાંથી આવતા હોવાનું કરીને શાળામાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો તે સમયે તેને સ્થળના સુપરવાઈઝર અને સરકારી શાળાના શિક્ષક દ્વારા તેને રોકવામાં આવ્યા હતા જેથી તેને સારું નહી લગતા શહેર પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રીએ સરકારી શાળાના શિક્ષકને મારમારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેની સામે મોરબી એ-ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ભોગ બનેલા શિક્ષકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

મળેલ માહિતી મુજબ શહેરના સામાકાંઠે વિસ્તારમાં આવેલ મધુવન સૌરસાયટીમાં રહેતા અને પંચાસર ગામે આવેલ સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા પ્રહલાદસિંહ અનોપસિંહ જાડેજા ગઈકાલે પ્રાથમિક માધ્યમિક શિષ્યવૃતિની પરીક્ષા હતી તેમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીના હુકમથી શહેરના શનાળા રોડ ઉપર ગુજરાત હાઉસીંગ બોર્ડ પાછળ આવેલ જ્ઞાનપથ વિદ્યાલયમાં સુપરવાઈઝર તરીકેની ફરજ ઉપર હતા જેથી કરીને જીલ્લા કેન્દ્રની પરીક્ષા લગતુ જે મટીરીયલ્સ આવે તેને સંચાલકની સુચના મુજબ અલગ અલગ કલાસમાં સુપરવાઇઝરોને આપવાનું કામ કરવામાં આવી રહ્યું હતું ત્યારે અને તમામ સુપરવાઈઝરના ફોન લઈ લેવામાં આવ્યા હતા ત્યાર બાદ તે શાળાની લોબીમાં હતા ત્યારે સવારે ૧૦ વાગ્યાની આસપાસ એક વ્યક્તિ શાળામાં આવ્યો હતો. તેને કહેલ કે અંદર પરીક્ષા ચાલુ છે અને કોઇને અંદર પ્રવેશ કરવાનો નથી.

ત્યારે આ ભાઇએ કહ્યું હતું કે, હું સ્કોડમાંથી આવવું છુ જેથી તેની પાસે આઇકાર્ડ માંગ્યું હતું જો કે, આ ભાઈએ પછી પોતાની ઓળખ આપતા કહ્યું હતું કે મારું નામ રોહિત આદ્રોજા છે મારી પાસે આવું આઇકાર્ડ માંગવાનું ન હોય જો કે તેને શાળામાં પ્રવેશ કરતા રોક્યા હતા જેથી રોહિતભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો બોલીને સુપરવાઈઝરને મારમારવા લાગ્યા હતા. તેમજ શાળામાંથી જતા જતા સુપરવાઈઝરને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

આ શખ્સ કોણ છે તેની તપાસ કરતા રોહિતભાઇ આદ્રોજા મોરબી શહેરના ઇન્દીરાનગરમાં આવેલ સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે તો હોવાનું તેમજ મોરબી શહેર પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી તરીકે હોવાનું સામે આવ્યું છે જેથી પોલીસે ભોગ બનેલા શિક્ષકની ફરિયાદ લઈને મોરબી શહેર પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી રોહિતભાઇ આદ્રોજા સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

આ સમાચારને શેર કરો