વાંકાનેર: 108ના સ્ટાફે ભારે ટ્રાફિક વચ્ચે કુત્રિમ શ્વાસ આપી તરુણની જિંદગી બચાવી
શ્વાસ લેવાની તકલીફ થતા 108ના સ્ટાફે તરુણને કુત્રિમ શ્વાસોશ્વાસ આપીને તાત્કાલિક રાજકોટ સારવાર અર્થે ખસેડયો
વાંકાનેરના વીસીપરા વિસ્તારમાં રહેતા સત્યપાલસિંહ ગુણવંતસિંહ ઉ.વ.14 નામનો તરુણ તા.4ના બપોરે જમતો હતો તે સમયે તેને અચાનક તાવ સાથે તાણ અને આંચકી ઉપડી હતી. તેમના પરિવારે તેમને ડોક્ટર ધરોડીયા પાસે પ્રાથમિક સારવાર આપી હતી. તરુણની તબિયત નાજુક બની જતાં તાત્કાલિક સારવાર માટે તેના પરિવારજનોએ વાંકાનેર 108 ને જાણ કરી હતી. આ બનાવની જાણ થતાં 108 ના પાયલોટ રામભાઈ કરમટા અને ઇ.એમ.ટી. દિનેશભાઇ ગઢાદરા તાકીદે પહોંચી ગયા હતા.
ત્યારે 108ના પાયલોટે દર્દીને રાજકોટ લઇ જવાની પરમીશન મેળવી દર્દીને 108 એમ્બ્યુલન્સમાં લઈને તાત્કાલિક સારવાર માટે રાજકોટ લઈ જવા રવાના થયા હતા. પણ તરુણની તબિયત નાજુક હોવાથી ઓક્સિજનની કમી ઉભી થઇ હતી આથી 108ના સ્ટાફે ભર ટ્રાફિકમાં તરુણને કુત્રિમ શ્વાસ આપીને તેની જિંદગી બચાવી લીધી હતી. બાદમાં હેમખેમ તરુણને વધુ સારવાર અર્થે રાજકોટ રીફર કર્યો હતો. જોકે આ તરુણને ડેન્ગ્યુ હોવાની આશંકા ઉદભવી છે હાલ આ તરુણ રાજકોટની અમૃતા પીડિયાટ્રિક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/KkbHkmhx1702zMH4BdtXkO
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…