ગૌચરનું દબાણ હટાવવાની સત્તા સરપંચોને મળી
રાજ્ય સરકાર દ્વારા વધુ એક વખત મહેસુલી અધિકારીઓની સત્તામાં કાપ મૂકીને સરપંચને સતા આપી… પણ ખાટલે મોટી ખોટ ઍ છે કે શુ સરપંચ કામગીરી કરશે ખરા?
ગામડામાં ગૌચરની જમીનમાં થયેલ દબાણ હટાવવા માટેની સતા હવે સરપંચોને સોંપવામાં આવી છે. સાથો સાથો ગામડામાં દબાણ હટાવવા માટે પોલીસતંત્રને પણ વિનામૂલ્યે સેવા પૂરી પાડવાનો આદેશ આપવામાં આવ્યો છે. ગ્રામ પંચાયતોના દબાણો દુર કરવા માટે હવે સરપંચોને આસાન બની રહેશે. ગૃહ વિભાગ દ્વારા સરપંચોને દબાણ દૂર કરવા સમયે જો સુલેહશાંતિનો ભંગ થતો હોય તેવું જણાય તો મફત પોલીસ બંદોબસ્ત ફાળવવાનો આદેશ કર્યો છે. જેના કારણે આગામી દિવસોમાં સરપંચો ગામના દબાણો આસાનીથી દૂર કરી શકશે. આ બંદોબસ્ત ગૌચર સહિતની ગ્રામ પંચાયતોને સંપ્રાપ્ત થયેલી જમીનોમાં થયેલા દબાણો દુર કરવા માટે મળશે.
આ અંગે વિકાસ કમિશનર કચેરી તરફથી પરિપત્ર પણ કરી દેવામાં આવ્યો છે. ગ્રામ પંચાયતોને સંપ્રાપ્ત જમીનો પરના અનિધિકૃત દબાણો દુર કરવાના અધિકાર આપવામાં આવ્યા છે. પરંતુ ઘણી વખત ગ્રામ પંચાયત દ્વારા દબાણો દુર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે ત્યારે કેટલાક ઇસમો તરફથી તેઓને અડચણ ઉભી કરવામાં આવતી હતી. જેના કારણે સુહેલશાંતીનો ભંગ થતો હતો. આ સમસ્યા કારણે સરપંચો ગૌચર સહિતની જમીનો પરક થયેલા દબાણો દુર કરવામાં પાછીપાની કરતા હતા. પરંતુ હવે સરપંચોને આ પ્રકારની કામગીરી માટે મફત પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવશે.
ગૃહ વિભાગે આ મામલે પરિપત્ર પણ કરી દીધો છે. જેમાં જો સરપંચોને દબાણો દૂર કરતી વખતે સુહેલશાંતીનો ભંગ થતો હોય તેમ જણાય તો તેઓ પોલીસ અધિકારી સમક્ષ આ મામલે પોલીસ બંદોબસ્ત માંગી શકે છે. અને આ બંદોબસ્ત તેઓને વિનામૂલ્યે ફાળવવામાં આવશે.
આ નિર્ણયથી સરપંચો આગામી દિવસોમાં આસાનીથી દબાણો દુર કરી શકશે…પણ ખાટલે મોટી ખોટ ઍ છે કે મતના રાજકારણ અને પોતાના જૂથને સાચવવા માટે તેમજ લોકોનો વિરોધ ઉભો થવાના ડરે શુ સરપંચ કામગીરી કરશે ખરા?
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/ECVpypuZSbJBZMyYjhoQVi
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…