કોરોનાને નાથવામાં રૂપાણી સરકાર નિષ્ફળ: અમદાવાદમાં બે મહિનાની અંદર કોરોનાથી 446ના મોત

અમદાવાદમાં 17 માર્ચ 2020ના રોજ કોરોનાનો પ્રથમ કેસ નિયોમી શાહનો નોંધાયો હતો. તે દિવસે એક આંબાવાડીના સહિત બે મહિલા દર્દીઓ એસવીપી હોસ્પિટલમાં દાખલ થયા હતા. જેને હજુ બે મહિના પણ પૂર્ણ થયા નથી,ત્યાં દર્દીઓનો આંકડો ગ્રામ વિસ્તાર સાથે 6645ને આંબી ગયો છે અને અત્યાર સુધીમાં 446ના સારવાર દરમ્યાન મૃત્યુ થયા છે. મતલબ કે રોગચાળો શરૂ થયો ત્યારથી રોજના સરેરાશ 7 થી વધુ મૃત્યુ થયા છે.

આ રીતે સતત વધી દર્દીઓની સંખ્યા

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદમાં પહેલું મૃત્યુ તા. 25-3-2020ના રોજ દાણીલીમડાના હુસેનીબેન શેખ નામના મહિલાનું નોંધાયું હતું. 1લી એપ્રિલે નવા 8 કેસ સાથે કુલ 31 દર્દી અને 2 મૃત્યુ નોંધાઈ ચુકયા હતાં. પહેલા દર્દી દાખલ થયાના બરાબર એક મહિને 17મી એપ્રિલે નવા 45 દર્દી સાથે કુલ દર્દીનો આંકડો 590નો થયો હતો અને ત્યાં સુધીમાં 18 મૃત્યુ થઇ ચુકયા હતા, જયારે 22 દર્દી સાજા થતાં ડિસ્ચાર્જ થયા હતાં. ત્યારબાદ દર્દીની સંખ્યા ગુણાકારમાં વધવા માંડી હતી.

કોરોના રોકવામાં સરકાર નિષ્ળ : મૃત્યુ દર દેશભરમાં સૌથી ઊંચો

અમદાવાદનો મૃત્યુ દર 6 ટકાથી પણ વધુ છે, જે દેશભરમાં સૌથી ઊંચો છે. પ્રારંભિક તબક્કે કોરોનાના ફેલાવા માટે વિદેશથી આવેલા 14000 લોકો જવાબદાર છે, જેમાં તબલિકી જમાતના ધર્મ પ્રચાર માટે આવેલ 20 ગૃપના 400 લોકોએ પણ મોટો ભાગ ભજવ્યો. બીજી તરફ કોરોનાના પ્રારંભ વેળા સરકારનું ફેબુ્રઆરીમાં ધ્યાન નમસ્તે ટ્રમ્પના કાર્યક્રમમાં જનમેદની એકઠી કરવા પર કેન્દ્રીત રહ્યું. મ્યુનિ.નું તંત્ર એક મહિનો તેમાં લાગેલું રહ્યું. ત્યારબાદ સરકારનું ધ્યાન કોરોના રોકવાના બદલે રાજ્ય સભાની એક બેઠક વધુ મેળવવા કોંગ્રેસના ધારાસભ્યો તોડવા પર વધુ કેન્દ્રીત રહ્યું. જ્યારે કોંગ્રેસના ધારાસભ્યો જયપુર રિસોર્ટમાં જઇને બેઠાં. આમ રોગચાળો રોકવાની દિશામાં વારંવાર ભૂલો થઈ અને કોરોનાને ફેલાવા માટે મોકળુ મેદાન મળી ગયું.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/EP4tkqlGpAzIqxPLQGfRfc

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો