વારંવાર એરરથી RTOની ઓનલાઈન સુવિધા બની અસુવિધા
સરકાર દ્વારા આરટીઓની લાયસન્સને લગતી તમામ પ્રકિયા ઓનલાઈન કરી છે. પરંતુ ઓનલાઈન કરવાના કારણે સુવિધા વધવાને બદલે અસુવિધા થઈ રહી છે. અરજદારોને ઓનલાઈન પ્રકિયા કરવા માટે સાયબરકાફે અથવા તો એજન્ટનો સહારો લેવો પડે છે, અને બીજી મુશ્કેલી ઓનલાઈન પેમેન્ટ થયા બાદ તો કેટલાક અરજદારોને રિસિપ્ટ મળતી નથી, અને સબમિટ પહેલા જ એરર આવી જાય છે.
એટલે કે એરર આવ્યા બાદ જ્યા સુધી એરરનુ સમાધાન ન થાય ત્યા સુધી પેમેન્ટ કરી શકતા નથી. અને આરટીઓ કચેરીમાં ઓફલાઈન પેમેન્ટ લેવામાં નથી આવતું જેને કારણે લાયસન્સ માટેની અપોઈમેન્ટ લીધી હોય તે પણ જતી રહે છે, અને એરરમાં ફસાયેલ પેમેન્ટ પરત અરજદારના ખાતામાં ગયા બાદ ફરી અરજદાર પેમેન્ટ કરી શકે છે. જેને કારણે આરજદારોની મુશ્કેલી વધી છે. એટલું જ નહી, ક્યારેક આરટીઓનું સર્વેર ડાઉન થવાના કારણે પણ અરજદારો પરેશાન થઈ જાય છે.
આ મુદ્દે એક આરટીઓ અધિકારીએ જણાવ્યુ હતુ કે, કમિશર ઓફિસ અને એનઆઈસીનો પ્રોબ્લેમ છે. જેમાં આરટીઓ કશુ કરી શકતી નથી. પરંતુ અરજદારોને મુશ્કેલી ન પડે તે માટે અરજદારો જો આરટીઓમાં આવીને અરજી કરે તો તેને કમિશનર ઓફિસ પર મોકલી આપીએ છીએ.
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/ECVpypuZSbJBZMyYjhoQVi
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…