અમદાવાદ: મોદી-ટ્રમ્પના કાર્યક્રમના એન્ટ્રી ગેટ પાસે ઝૂંપડામાં આગ લાગી
અમદાવાદમાં આજે મોદી-ટ્રમ્પના ભવ્ય રોડ શો માં માનવ મેદની જોવા મળી હતી. ત્યારે એક મોટી ઘટના થતા થતા રહી ગઈ હતી. મોટેરા સ્ટેડિયમમાં જયાથી મોદી અને ટ્રમ્પ પસાર થયા ત્યાં તે ગેટ પાસે અચાનક આગ ભભૂકતા લોકોમાં ભય જોવા મળ્યો હતો. ઘટનાને પગલે બે ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લેવાના પ્રયત્નો શરૂ કર્યા છે.
મોટેરા ખાતે વણઝારાના ઝાપરામાં આવેલા એક મકાનમાં આગ લાગી હતી. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. આ મકાન મોટેરા સ્ટેડિયમથી માત્ર 400 મીટર દૂર હોવાનું જાણવા મળે છે. આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. જેથી આ ઘટનાની જાણ હાજર ફાયરને થતા તેઓએ તાત્કાલિક પાણીનો મારો ચલાવી આ આગને કાબૂમાં લીધી હતી.