ટંકારા: નશિતપર ગામે યુવકનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ, ટંકારાના કુલ કેશ ૮
ટંકારા: ગઈ કાલે મુળ નશિતપરના અને હાલ મોરબી રહેતા યુવકનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો, ત્યારે આ બન્ને મિત્ર હોય સંપર્ક મા આવતા સામુહિક આરોગ્ય કેન્દ્ર ટંકારામાંથી સેમ્પલ લઈ લેબોરેટરી પરીક્ષણ અર્થ મોકલ્યા હતા. જેમનો રીપોર્ટ આજે પોઝીટીવ આવ્યો છે.
અન્ય મિત્ર વર્તુળ જે સંપર્કમા આવ્યા છે એમાથી મોરબીના યુવાનનો રીપોર્ટ પણ પોઝીટીવ આવ્યો છે અને બીજા ભેરૂડાના રીપોર્ટ નેગેટિવ આવ્યાનુ જાણવા મળ્યું છે.
૩૭ વર્ષના યુવક ભક્તિનગર વિસ્તાર નશિતપર ગામે રહે છે અને હાલ મોરબી હોસ્પિટલમાં સારવાર અર્થે હોવાનું અને પોઝીટીવ ધરે ડો. ભાસ્કર સહિત નો સ્ટાફ પોલીસ વિભાગ અને પંચાયત વિભાગે કામગીરી હાથ ધરી છે.