આજે હળવદમાં 5 અને ટંકારામાં 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
મોરબી જિલ્લામાં આજે સોમવારે બપોરે વાંકાનેરમાં 8 કેસ નોંધાયા બાદ ટંકારા તાલુકાના ઘૂન્ડા (ખાનપર) ગામમાં 2 કેસ નોંધાયા છે. જેમાં કાકા – ભત્રીજા કોરોનાથી સંક્રમિત થયા છે. જ્યારે સાંજના હળવદ તાલુકામાં વધુ પાંચ કેસ નોંધાયા છે. જ્યારે આ સાથે મોરબી જિલ્લામાં કૂલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધીને 507 થઈ ગઈ છે.