skip to content

મુખ્યમંત્રીની કિશાન સહાય યોજનાની જાહેરાત : ખેત પાક નુકસાનમાં રૂા. 1 લાખ સુધીનું વળતર

ગુજરાતમાં ખેડૂતો માટે નવી મુખ્યમંંત્રી કિસાન સહાય યોજનાની જાહેરાત કરતાં મુખ્યમંંત્રી વિજય રૂપાણીએ આજે જણાવ્યું હતું કે, રાજ્યમાં ખેતીમાં ખાસ કરીને ખરીફ સિઝનમાં અતિવૃષ્ટિ-અનાવૃષ્ટિ અને માવઠાને કારણે ખેડૂતોને જે નુકસાન જાય છે તેની સાથે ર*ણ આપવા અને રાજ્યના તમામ વિસ્તારો, તમામ પાક અને તમામ ખેડૂતોને આવરી લેતી વિમા યોજના અમલમાં મૂકવામાં આવશે.

મુખ્યમંંત્રીએ આજે ગાંધીનગરમાં એક ખાસ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, આ યોજના અત્યંત સરળ અને પારદર્શક છે. ખેડૂતોએ તેના માટે કોઇ પ્રિમીયમ ભરવું નહીં પડે અને સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે. આ યોજના રાજ્યમાં ખેડૂતોને માટે મહત્વપૂર્ણ સાબિત થઇ જશે. સરકાર દ્વારા અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદમાં ખેડૂતો માટે ખરીફ સિઝનમાં પાકને 33 થી 60 ટકા નુકસાન જાય તો પ્રતિ હેક્ટર રૂા. 30,000 અને વધુમાં વધુ 4 હેક્ટરની મર્યાદામાં સહાય ચૂકવાશે. જ્યારે 60 ટકાથી વધુ નુકસાન માટે પ્રતિ હેક્ટર રૂા. 25,000 અને મહત્તમ ચાર હેક્ટરની મર્યાદામાં આ રકમ ચૂકવવામાં આવશે.

આ યોજના તાત્કાલીક રીતે ખરીફ પાકથી જ અમલમાં મુકાઇ ગઇ છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજ્યમાં કમોસમી વરસાદ એટલે કે માવઠાની વ્યાખ્યા પણ બદલવામાં આવી છે. લાભાર્થી ખેડૂતોએ ઇ-ગ્રામ સેન્ટર પર જઇને ઓનલાઈન અરજી કરવાની રહેશે અને જે કાંઇ સહાય મંજૂર થાય તે સીધા ખેડૂતોના બેન્ક ખાતામાં જમા થશે. અને કોઇપણ પરિસ્થિતિમાં 7 દિવસમાં જ રાજ્ય સરકારને જે તે જિલ્લા ક*ાએ આ અંગેનો અહેવાલ મળી જશે અને એકંદરે 15 દિવસમાં રકમ ખેડૂતોને મળે તેવી સરકારની તૈયારી હશે. આ યોજનાનો લાભ ખાતેદાર ખેડૂત તથા ફોરેસ્ટ રાઈટ એક્ટ હેઠળ નોંધાયેલા ખેડૂતોને પણ મળશે.

ફક્ત ખરીફ પાક માટે જ આ સહાય મળશે : માપદંડ જાહેર

  • રાજ્યમાં ખરીફ પાકમાં 33 થી 60 ટકાની નુકસાની માટે પ્રતિ હેક્ટર રુા. 20,000 તથા અને વધુમાં ચાર હેક્ટર સુધીની સહાય રકમ મળશે.
  • રૂા. 60 ટકાથી વધુ નુકસાન માટે રૂા. 25,000 હેક્ટર અને વધુમાં વધુ 4 હેક્ટરની સહાય મળશે
  • ખેડૂતોએ વાવેતર કરેલું હોવુ જરુરી છે. તમામ પાકો માટે આ સહાય મળશે

અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ અને માવઠાની વ્યાખ્યા નક્કી કરતી સરકાર

આજે ખેડૂતો માટે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની જાહેરાત કરતાં વિજય રુપાણીએ જણાવ્યું કે, અનાવૃષ્ટિ એટલે કે દુષ્કાળમાં જે વિસ્તારમાં ચોમાસાના પ્રારંભ બાદ 10 ઇંચથી ઓછો વરસાદ પડ્યો હોય કે 31 ઓગસ્ટ સુધીના સમયગાળામાં બે વરસાદ વચ્ચે સતત ચાર અઠવાડિયા (28 દિવસ) વરસાદ પડ્યો ન હોય અથવા તો સતત શૂન્ય વરસાદ હોય તો તેમાં જે નુકસાન જાય તેને અનાવૃષ્ટિ એટલે કે દુષ્કાળનું જોખમ ગણવામાં આવશે.

મુખ્યમંત્રીએ જાહેર કર્યું કે, અતિવૃષ્ટિ એટલે વાદળ ફાટવું, સતત ભારે વરસાદ, 48 કલાકમાં 35 ઇંચ કે તેથી વધુ વરસાદ એ દ*િણ ગુજરાતના જિલ્લાઓ માટે અને અન્ય જિલ્લામાં 48 કલાકમાં 25 ઇંચથી વધુને માપદંડ ગણવામાં આવ્યું છે અને તે અતિવૃષ્ટિ ગણાશે. જ્યારે કમોસમી વરસાદ એટલે કે તા. 15 ઓકટોબરથી 15 નવેમ્બરના ગાળામાં મહેસુલી તાલુકાના રેન ગેજમાં 48 કલાકમાં 50 મીલીથી વધુ વરસાદ પડે અને ખેતીના પાકને નુકસાન જાય તો તેને માવઠું ગણવામાં આવશે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/LJMz7tJT4WfAu6pgUBfkz5

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો