Placeholder canvas

વાંકાનેર તાલુકા પંચાયતમાં કારોબારી ચેરમેન પદે જીજ્ઞાસબેન મેરની વરણી…

વાંકાનેર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન પદની આજે વરણીની કરવાની પ્રક્રિયા પોરે 12 કલાકે હાથમાં ધરવામાં આવી હતી. જેમાં કારોબારી ચેરમેન પદે ભાજપના તાલુકા પંચાયતના મહિલા સદસ્ય જિજ્ઞાસાબેન મેરની વરણી કરવામાં આવેલ છે. જિજ્ઞાસાબેન મેર આ પૂર્વેની ટર્મમાં તાલુકા પંચાયતના શાસક વર્ષના નેતા હતા, હવે તેમની પાસે તાલુકા પંચાયતની મહત્વની સમિતિ કારોબારી સમિતિ આવેલ છે.

વાંકાનેર તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખ અને હવે કારોબારી ચેરમેન પદે મહિલા બિરાજમાન થયેલ છે. આમ વાંકાનેર તાલુકા પંચાયતનું સુકાન હવે ત્રણ મહિલાઓના હાથમાં છે.

આ સમાચારને શેર કરો