Placeholder canvas

સુરત: LPG સિલિન્ડર ભરેલી ટ્રકમાં લાગી ભીષણ આગ.

ટ્રકના ડ્રાઈવર અને સ્કૂલ બસના ડ્રાઈવરની સમય સુચકતાના કારણે મોટી જાનહાનિ ટળી….

સુરત: આજે વહેલી સવારે સિલિન્ડર ભરેલી ટ્રક અને બસ વચ્ચે અકસ્માત સર્જાતા આગ ભભૂકી ઉઠી હતી. વિકરાળ આગની લપેટમાં સ્કૂલ બસ પણ આવી ગઈ હતી. જો કે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. બસનાં ડ્રાઈવર અને કંડક્ટરને સામાન્ય ઈજા પહોંચી હતી આ દુર્ઘટનાને પગલે ઓલપાડ કોસ્ટલ હાઈવે બંધ કરાયો હતો. આઆગને કાબૂમાં લેવા માટે ફાયરવિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.

સુરતનાં ઓલપાડમાં બનેલા સિલિન્ડર બ્લાસ્ટની દુર્ઘટનામાં ટ્રકનાં ડ્રાઇવર અને બસનાં ડ્રાઇવરની સમયસૂચકતાને કારણે મોટી જાનહાની ટળી છે. એલપીજી સિલિન્ડર ટ્રકનો ડ્રાઇવરને જાણ થઇ કે તેની ટ્રકમાં આગ લાગી છે ત્યારે તેણે ટ્રકને થોડી ભગાવીને 200થી 300 મીટર આગળ લઇ ગયો હતો. આ દુર્ઘટના સર્જાઇ તેનાથી થોડે જ દૂર એક કોલેજ અને ગામ પણ આવેલું છે. ચાલક ટ્રક આગળ ન લઇ ગયો હોત તો પેટ્રોલ પંપ સામે કે કોલેજ પાસે આ મસમોટો ધડાકો થયો હોત. જો, ત્યાં કોઇ ધડાકો થયો હોત તે કદાચ મોટી દુર્ઘટના સર્જાઇ હોત. બીજી તરફ, આ દરમિયાન ખાનગી સ્કૂલનાં ચાલકે તરત જ વિદ્યાર્થીઓને બહાર ન કાઢ્યાં હોત તો મોટી જાનહાની થવાની શક્યતાઓ હતી.

સુરત ના ઓલપાડ જિલ્લાનાં માસમા ગામ ખાતે આવેલા કોસ્ટલ હાઇવે પરથી હજીરા વિસ્તારની ગાડી પસાર થઈને નેશનલ 48 પર જતી હોય છે. ત્યારે હજીરા વિસ્તારમાં આવેલા ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન સિલિન્ડર ભરેલી ટ્રક આ રસ્તા પરથી સવારે 6.30 વાગે અચાનક ટ્રકના કેબીનમાં આગ લાગી ગઈ હતી. જોકે, જે જગ્યા પર આગ લાગી ત્યાં નજીકમાં ગામ સાથે પેટ્રોલ પંપ આવેલું હોવાથી ટ્રકનાં ડાઇવરે સમય સુચકતા વાપરીને પોતાનાઈ ટ્રક ગામ અને પેટ્રોલ પંપથી 300 મીટર દૂર લઇ ગયો હતો. આગ વધારે લાગતાની સાથે ડ્રાઇવર ટ્રકથી દૂર થઇ ગયો હતો.

આ દરમિયાન પાછળથી સિમેન્ટની ટ્રક રોંગ સાઇડ જવા લાગી તે સમયે સિલિન્ડર ટ્રકમાંથી એક સિલિન્ડર બ્લાસ્ટ થઈને સિમેંટ્ની ટ્રક પાસે પડ્યું હતું. આ ડ્રાઇવર ગભરાયો હતો અને સામેથી આવતી સ્કૂલ બસમાં ધડાકાભેર અથડાયો હતો. જોકે, બસમાં સવાર 30 વિધાર્થીનો જીવ બચવા માટે ડ્રાઇવર અને ક્લિનર દ્વારા તમામ બાળકોને બસમાંથી ઉતારી લેવામાં આવ્યાં હતાં. તેની થોડી જ મિનિટોમાં સિમેન્ટની બસ અને ખાનગી સ્કૂલ બસ આગની ચપેટમાં આવી ગઇ હતી. આ ભયંકર આગને કારણે 4 વાહનો ભડકે બળવા લાગ્યા હતાં.

બ્લાસ્ટનો અવાજ એટલો ભયાનક હતો કે, સ્થનિક લોકો બહાર દોડી આવ્યાં હતા. આ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થઈને નજીકનાં સલામત સ્થળે પહોંચ્યા હતાં. આગની જાણકારી થતાની સાથે જ ફાયરનો કાફલો ઘટના સ્થળ પર પોંહચીને આગ પર કાબુ મેળવાનો પ્રયાસ કર્યો હતો. તેમને 3 કલાકની મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સ્થાનિક લોકોનાં જણાવ્યાં પ્રમાણે, 3 કલાક સુધી તે લોકો ભયભીત થઇ ગયા હતા. ઘટના સ્થળથી 500 મીટર અંદર ગામમાં અનેક જગ્યાએ સિલિન્ડર બલાસ્ટથી થયેલા ટુકડા જોવા મળ્યા હતા. જોકે, આટલી મોટી દુર્ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી. સૌથી મહત્વની વાત એ છે કે, સિલિન્ડક ભરેલી ટ્રક અને સ્કૂલ બસનાં ચાલકોની સમય સૂચકતાને કારણે મોટી હોનારત ટાળી હતી.

આ સમાચારને શેર કરો