Placeholder canvas

વાંકાનેર: જંતુનાશક દવાની દુકાનમાં ચોરી કરનાર મોરબીમાંથી ઝડપાયો

મોરબી : જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચનાથી તહેવારો નિમિતે બી. ડીવીઝન પી.આઈ. આઈ એમ કોઢિયાની ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન શક્તિ ચેમ્બર ૧ પાસેથી એક ઇસમ દુકાનો પાસે શંકાસ્પદ હાલતમાં મળી આવતા તેના થેલો ચેક કરતા એમાથી બે ડીસમીસ, રોકડ રકમ તેમજ એક સેમસંગ કંપનીનો મોબાઈલ મળી આવતા શકમંદની પૂછપરછ ચલાવી હતી.

જોકે શંકાસ્પદ ઈસમ સંતોષકારક જવાબ નહિ આપી શકતા લક્ષ્મણ માન્નારામ સાંડીયા (૩૮) રહે. ઉદયપુર, રાજસ્થાન વાળાની સઘન પૂછપરછ કરતા વાંકાનેર સીટી વિસ્તારમાં એક દવાની દુકાનમાંથી ચોરી કર્યાની કબુલાત તેણે આપી હતી. પોલીસે આરોપીની અટકાયત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં બી. ડીવીઝન પોલીસના ક્રિપાલસિંહ ચાવડા, પરેશભાઈ પરમાર, કિશોરદાન ગઢવી, અંબાપ્રતાપસિંહ જાડેજા, વનરાજભાઈ ચાવડા, અર્જુનસિંહ ઝાલા, મુકેશ જીલરીયા સહિતનો સ્ટાફ રોકાયેલ હતો.

વાંકાનેરની આ જંતુનાશક દવાની દુકાન એટલે જીનપરા મેઈનરોડ ઉપર આવેલ ન્યુ ખેતી વિકાસ કેન્દ્ર હોવાની માહિતી મળી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પૂર્વે ન્યુ ખેતી વિકાસ કેન્દ્રવાળા ઇસ્માઇલભાઇ બપોરના ટાઈમે પોતાના રાતીદેવડી ખાતે આવેલા ઘરે જમવા ગયા હતા ત્યારે પોતાની દુકાનનો માત્ર કાચના દરવાજાને લોક કરી ને ગયા હતા પાછા આવ્યા ત્યારે આ કાચ નો દરવાજો ખુલ્લો હોવાથી તેમને શંકા ગઈ હતી અને કાઉન્ટરમાં રહેલા પૈસા નહોતા…!! આ ચોરી કરનાર ચોર આજુ બાજુનિ દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયો હતો. હાલ તે મોરબી પકડાયો છે.

✍✍✍✍✍✍✍✍

આ સમાચારને શેર કરો