વાંકાનેર: રાતીદેવડીમાં 10 વર્ષના કિશોરને સાપ કરડતાં મોત
વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામમાં એક દસ વર્ષના સોલંકી સંજય લલિત નામના કિશોરને રાત્રે સાપ કરડતા તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામે નવાગામ પાસે આવેલા મફતિયાપરામાં રહેતા એક પરિવારના 10 વર્ષનો કિશોર રાત્રે નીચે પથારી કરીને સૂતો હતો ત્યારે તેમને ઝેરી સાપ કરડતા વાંકાનેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.