એસ.એમ.પી.હાઈસ્કૂલ સિંધાવદરની બે છાત્રાની નેશનલ ડોઝબોલ અંડર 19ની ટીમમાં થઈ પસંદગી

સામાન્ય પરિવાર માંથી આવતી બે દીકરીઓ એ રમતગમત ક્ષેત્રે પોતાના સમગ્ર વિસ્તાર નું નામ કર્યું રોશન.

આજના ઝડપી યુગમાં વિદ્યાર્થીઓ જ્યારે મેદાન થી દૂર અને મોબાઈલ થી નજીક થતા જાય છે ત્યારે સિંધાવદર ની એસ.એમ.પી. હાઈસ્કૂલ ના વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે ઇતર પ્રવૃત્તિઓ-ખાસ કરીને રમતગમતમાં ભાગ લઈ રાષ્ટ્રીય કક્ષા સુધી પોતાનું કૌવત દાખવી ને પોતાનો સર્વાંગી વીકાસ સાધી રહ્યા છે.

રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને કમિશ્નરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ- ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા રમતગમત અધિકારીશ્રી સુરત ગ્રામ્યની કચેરી દ્વારા સંચાલિત રાજ્ય કક્ષા અંડર 19 ડોઝબોલ ભાઈઓ/બહેનોની સ્પર્ધાનું આયોજન કામરેજ તાલુકાના ખોલવડ ગામ-જિલ્લો સુરત મુકામે 26 નવેમ્બર થી 27 નવેમ્બર દરમિયાન થયેલ.આ સ્પર્ધામાં બહેનોના વિભાગમાં સમગ્ર ગુજરાત રાજ્યમાંથી 19 ટીમો એ ભાગ લીધો હતો જેમાં મોરબી જિલ્લાએ ચોથું સ્થાન મેળવ્યું હતું.

સ્પર્ધામાં મોરબી જિલ્લાની ટીમમાંથી ઉત્કૃષ્ઠ રમતનું પ્રદર્શન કરનારી અશરફનગર સિંધાવદરની દીકરી કડીવાર મોહીનાબાનું હુશેન તેમજ કણકોટ ગામની દીકરી સિપાઈ સૂઝાનાબાનું ગુલાબની રાષ્ટ્રીય કક્ષાની ટીમમાં પસંદગી થઈ હતી. હવે આ બંને ખેલાડી પ્રિ નેશનલ કેમ્પ માટે અમદાવાદ રમતગમત સંકુલ ખાતે જોડાશે, ત્યાર બાદ મધ્યપ્રદેશ મુકામે ગુજરાત ની ટીમ નું પ્રતિનિધિત્વ કરશે ઉપરોક્ત બંને ખેલાડી બહેનોને તેમજ તેમના કોચ/ વ્યાયામ શિક્ષક જુનેદ વડાવીયા ને મોરબી જિલ્લા વ્યાયામ પરિવાર તેમજ એસ.એમ.પી. હાઈસ્કૂલ શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.

આ સમાચારને શેર કરો