skip to content

વાંકાનેર: સીંધાવદર રેલવેસ્ટેશન પાસે સિગ્નલ ઉપર વીજળી પડી

વાંકાનેર: સિંધાવદર ગામ પાસે આવેલ રેલ્વે સ્ટેશનની બાજુમાં રેલવેના સિગ્નલ ઉપર વીજળી પડ્યાની માહિતી મળી રહી છે.

મળતી માહિતી મુજબ ગઈકાલ રાત્રે 9-30pmની આસપાસ સિંધાવદર ખાતે એક થી દોઢ ઈંચ જેટલો વરસાદ પડી ગયો આ વરસાદ દરમિયાન વીજળીના ચમકારા થઇ રહ્યા હતા અને કડાકા-ભડાકા પણ થતા હતા એવા જ સમયે સિંધાવદર રેલ્વે સ્ટેશન પાસે રેલવેના એક સિગ્નલ ઉપર વીજળી પડી હતી.

આ વીજળી પડવાથી સિગ્નલ અને વાયરીંગ માં નુકસાન થયાની માહિતી મળી છે. સદનશીબે કોઈ જાનહાની થઈ નથી અને તાત્કાલિક ધોરણે આ સિગ્નલને રીપેર કરવામાં આવ્યું હતું. By Nazrudin Parasara

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/DhXnhnr1AzGBytQ4BGHLIc

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો