સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા: ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા અને કિંજલ દવે ઘોડે બેસીને સરઘસ કાઢ્યું
રસ્તાના ખાતમુહૂર્તમાં આટલી ભીડ ભેગી થઈ અને ધારાસભ્યએ ગાયિકા સાથે સરઘસ કાઢતા સોશિયલ મીડિયામાં લોકોનો આક્રોશ
હાલ રાજ્ય અને દેશમાં કોરોનાનો કહેર છે ત્યારૈ વૈશ્વિક મહામારીમાં કોરોના ગાઈડલાઈનનું પાલન કરવું અત્યંત જરૂરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કોરોના સામે લડવા આપેલી શીખને ભાજપના ડીસાના ધારાસભ્ય અવગણી હોય તેમ અમે ગુજરાતી લેરી લાલા ગુજરાતી સોંગ પર સરઘસ કાઢીને સોશિયલ ડિસન્સિંગના લીરેલીરા ઉડાડ્યા હતા. એટલું જ નહીં આ ગીત ગાનાર સિંગર કિંજલ દવે પણ આ તેમની સાથે જોડાઈ હતી અને ધારાસભ્યની સાથે સરઘસમાં જોડાઈને કોરોનાને તો ધોળીને પી ગયા હોય તેમ ચિંતાવગર ઘોડેસવારીની મજા માણતા દેખાયા હતા.
ડીસાના ડંડોલ ગામે સોશિયલ ડિસ્ટન્સિંગનો તો કોઈ નિયમ પાળવામાં આવ્યો જ ન હતો. ઉપરાંત સરઘસમાં જાડાયેલા લોકોના માથે માસ્ક જોવા મળ્યા ન હતા. તમામ સરઘસમાં બિન્દાસ્તપણે કોરોનાના ડર વગર ચાલતા જતા દેખાતા હતા. જ્યારે તાલુકાના ધારાસભ્યને પણ વૈશ્વિક મહામારીમાં જ કંઈ ખોટું થતું હોય તેવું લાગતું ન હતું અને તેઓ ઘોડેસવારીની મજા ઉઠાવતા દેખાયા હતા.
કિંજલ દવેની સેલ્ફી…
કોરોનાના કપરાં કાળમાં દિવસેને દિવસે કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે બનાસકાંઠાના ડીસા તાલુકામાં ડેડોલ ગામે જાણીતી ગાયિકા કિંજલ દવેએ સરઘસમાં ઘોડે બેસીને ધારાસભ્ય સાથે સેલ્ફી લીધી હતી. કોરોનાના ડર વગર ઘોડે બેસીને સેલ્ફીની તસવીરો લીધી હતી તેને પણ શેર કરી છે. કોરોનામાં તેમની વિરૂધ્ધ કાર્યવાહી ન કરાતી હોવાની પણ લોકોએ હૈયાવરાળ કાઢી છે.