skip to content

ઋષિકપૂર: વાંકાનેર પ્લેહાઉસ ટોકીઝનુ ઉદ્ઘાટન કરવા આવેલા…

ઋશિ કપૂરનું સ્વાગત કર્યું ત્યારની ફાઈલ તસ્વીર

છેલ્લા બે દિવસમાં બોલીવુડે જાણીતી બે ફિલ્મી હસ્તીઓ ગુમાવી છે ગઈકાલે ઈરફાન ખાનનું નિધન થયું હતું તો આજે જાણિતા ફિલ્મ અભિનેતા ઋષિ કપૂરનું નિધન થતાં ફિલ્મ ચાહકોમાં શોકનું મોજૂ ફરી વળ્યું છે.

નવી પેઢીના લોકોને ખ્યાલ નહીં હોય પરંતુ જૂની પેઢીના લોકોને યાદ હશે કે વાંકાનેરમાં પ્લેહાઉસ સીનેમાં તૈયાર થયું ત્યારે તેમનું ઉદ્ઘાટન કરવા માટે તા.12/12/1976ના ઋષિ કપૂર વાંકાનેર આવેલા હતાં. તેઓએ વાંકાનેરમાં ટૂંકુ રોકાણ કર્યુ હતું અને પ્લે હાઉસ સિનેમાનું ઉદઘાટન કર્યુ હતું.

ઋષિ કપૂર તે વખતે દરબારગઢમાં આવેલ પ્રથમ પ્લેહાઉસ સિનેમાનું ઉદઘાટન કરવા માટે આવ્યા હતા, જે હાલમાં તો બંધ છે. પરંતુ ઋષિ કપૂરની વાંકાનેર સાથે આ એક યાદ જોડાયેલી છે. તેઓ જ્યારે વાંકાનેરમાં આવ્યા ત્યારે કેટલાક વડીલોએ ઋષિ કપૂરને જોયા પણ હશે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/C5nUv0JlDWPG3E4zTpd2xA

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો