હાશ: મોરબીના બન્ને કોરોનાના શંકાસ્પદ યુવકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા
મોરબી : મોરબીમાં ગઈ કાલે બે પરપ્રાંતીય યુવકોમાં કોરોનોના શંકાસ્પદ લક્ષણો જણાતા તેમના સેમ્પલ લઈ જામનગર મોકલવામાં આવ્યા હતા. આજે ઍ બંને ના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ અને મોરબીવાસીઓઍ રાહતનો દમ લીધો છે. મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 16 લોકોના સેમ્પલ લેવાયા હતા. અને તમામ લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. સમગ્ર મોરબી જિલ્લામાં હજુ કોઈ પોઝિટિવ કેસ નોંધાયો નથી.
મોરબીમાં ગઈકાલે સોમવારે કોરોનાના બે શંકાસ્પદ કેસ નોંધાયા હતા જેમાં બે પરપ્રાંતીય વ્યક્તિમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખતા તેમને સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી તેમના સેમ્પલ લઇ જામનગર લેબમા ટેસ્ટ માટે મોકલ્યા હતા. આ બંનેના રિપોર્ટ આજે નેગેટિવ આવતા તંત્રએ રાહતનો દમ લીધો છે. જે પરપ્રાંતીય વ્યક્તિમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાયા હતા તે બંને યુપીના છે અને એક વ્યક્તિ રફાળેશ્વર પાસે અને બીજો પાવરયાળી, જેતપર રોડ પર રહે છે. આ બંને કોઈ પ્રવાસની હિસ્ટ્રી ધરાવતા નથી. જે બંનેના રિપોર્ટ આજે મંગળવારે બપોરે જામનગરથી આવ્યા હતા. અને બંને રિપોર્ટમાં નેગેટિવ આવ્યા છે.