વાંકાનેર: કોઠી ગામના કોરોના શંકાસ્પદ કેસનો રિપોર્ટ આવ્યો નેગેટિવ

વાંકાનેર તાલુકાના કોઠી ગામે ગઈ કાલે એક યુવાનને શરદી તાવ માથું દુખવાના લક્ષણો જણાતા અને તેમની ટ્રાવેલિંગ હિસ્ટ્રી સુરતની હોવાથી વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયો હતો. તેમના સેમ્પલ લઇને રાજકોટ મોકલવામા આવ્યુ હતુ, જેમનો રિપોર્ટ આજે નેગેટિવ આવેલ છે.

છેલ્લા બે દિવસમાં વાંકાનેરમાં કોરોના શંકાસ્પદ બે દર્દી સામે આવ્યા હતા અને તેમને આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ બન્ને દર્દીના સેમ્પલ લઈને લેબમાં મોકલવામાં આવ્યા હતા અને બન્ને દર્દીના રિપોર્ટ નેગેટીવ આવતા આરોગ્ય વિભાગે અને વાંકાનેર વાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે વાંકાનેરમાં હજુ સુધી કોરોના નો કોઈ પોઝિટિવ કેસ નોંધાયેલ નથી.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/D0ZZOKDGKu842lX8XORg28

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો