વાંકાનેર તાલુકાના ગારીયા ગામે RTO દ્વારા ફિટમેન્ટ કેમ્પનું આયોજન

આગામી રવિવારે ગારીયા ગામની યજ્ઞપુરુષ નગર પ્રાથમિક શાળામાં યોજાશે RTO દ્વારા કેમ્પ.

અર્જુનસિંહ વાળા દ્વારા કરવામાં આવેલી રજુવાતો ધ્યાને લઇ મોરબી RTO કચેરી દ્વારા કેમ્પનું આયોજન;

હાલમાં જ કેન્દ્ર સરકાર દ્વારા વાહન નિયમોને લઈ કડક કાયદાની અમલવારી કરવામાં આવી છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા પણ RTO ના કડક કાયદાની અમલવારી માટે કમરકસી લીધી છે.RTO ના કડક કાયદા સામે લોકોનો વિરોધ તેમજ એકાએક RTO ના નિયમોનો અમલ કરતા જિલ્લાની RTO કચેરી તેમજ PUC સેન્ટરો પર લોકોને ફરી પાછું લાંબી લાઈનમાં ઉભું રહેવું પડે છે.

સરકાર દ્વારા અમલમાં આવનાર RTO ના નવા કાયદા માટે લોકોને સહેલાય થી લાઇસન્સ, PUC, HSRP નંબર પ્લેટ જેવી સુવિધાઓ ઘર આંગણે મળી રહે તે માટે સરકારે રવિવારના દિવસોમાં જિલ્લાની તમામ RTO કચેરી ચાલુ રાખવામાં આવી છે.

ત્યારે મોરબી RTO કચેરી દ્વારા આગામી ૨૯/૦૯/૨૦૧૯ ને રવિવારના રોજ ગારીયા ગામની યજ્ઞપુરુષ નગર પ્રાથમિક શાળામાં RTO માન્ય HSRP ફિટમેન્ટ કેમ્પ આયોજન કરવામાં આવ્યું છે.જેમાં લોકોને સરકારી ભાવ પત્રક મુજબની ફિ ભરી ઘર આંગણે જ સહેલાય થી HSRP નંબર પ્લેટ લગાવી આપવામાં આવશે. જેમાં ટુ-વીલ તેમજ ટ્રેકટર માટે ૧૪૦-રૂ તેમજ ફોર વીલ માટે ૪૦૦-/રૂ ફી ભરવા પાત્ર થશે.

જે વાહન ચાલકોને HSRP નંબર પ્લેટ ફિટ કરાવવાની હોઈ તે લોકો તારીખ 27ની બપોર સુધીમાં જરૂરી કાગળો (1) આર.સી.બુક (2) આધારકાર્ડ પોહચાડવાના રહેશે. વધુ માહિતી માટે અર્જુનસિંહ વાળાનો મો.8780590614 સંપર્ક કરવો.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/E8dgReCMZEvFSbLkqxZbHJ

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો