વાંકાનેર: રાતીદેવળીમાં યુવકે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી
વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામમાં યુવકે ગળોફાંસો ખાઈ આપઘાત કર્યો છે. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.
રાતીદેવળી ગામમાં રહેતા 20 વર્ષીય વસંતભાઇ રમણીકભાઇ વોરાએ ગઈકાલે તા. 23ના રોજ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ લેતા તેનું મૃત્યુ થયું છે. આ બનાવ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરેલ છે.