Placeholder canvas

ખુદને કલ્કી અવતાર કહેનાર રમેશચંદ્ર ફેફર વાંકાનેરના પંચસિયા ગામના વતની


’16 લાખનો પગાર અને ગ્રેજયુઈટીના 16 લાખ નહિ મળે તો વિશ્વમાં દુષ્કાળ સર્જીશ’, -રમેશ ફેેેફર

મૂળ રાજકોટના (ખરેખર વાંકાનેરના) રહેવાસી અને વડોદરાના નિવૃત અધિક્ષક ઈજનેર, જળ સંપતિ,રમેશચંદ્ર ફેફર કે જેઓ ખુદને કલ્કી અવતાર માની રહ્યા છે, તેઓ ફરી વિવાદમાં આવ્યા છે. જળસંપતિ વિભાગના સચિવને લખેલા પત્રમાં તેમણે જણાવ્યું કે રૂ.16 લાખનો પગાર અને ગ્રેજયુઈટીના રૂ.16 લાખ નહિ મળે તો વિશ્વમાં દુષ્કાળ સર્જીશ.

તેમને પત્રમાં જણાવ્યા અનુસાર, રમેશચંદ્ર ફેફરે જણાવ્યું કે સરદાર સરોવર નર્મદા નિગમ પુનર્વસવાટ એજન્સિમાં મારી નિયુક્તિ દરમિયાન મારો એક વર્ષનો આશરે રૂ.16 લાખ જેટલો પગાર લેવાનો બાકી છે અને ગ્રેજયુઈટીના રૂ.16 લાખ સત્વરે ચૂકવી આપવામાં આવે. એક વર્ષ દરમિયાન વર્ક ફ્રોમ હોમ કામ કરેલું જ છે. આ રીતે કોરોના કાળમાં કામ કરેલ વ્યક્તિઓને સરકારમાં પગાર ચૂકવેલ જ છે. હું કલ્કી અવતાર જ છું અને મારી તપસ્યાને હિસાબે જ છેલ્લા 20 વર્ષથી સતત સારો વરસાદ ભારતમાં થાય છે.

એક પણ વર્ષ સમગ્ર દેશમાં દુષ્કાળ પડયો નથી. 20 વર્ષના સારા વરસાદને લીધે જ હિન્દુસ્તાનને 20 લાખ કરોડનો ફાયદો થાય છે તેમ છતાં મને સતત રાક્ષસો સરકારમાં બેસી અન્યાય કરે છે. આથી આ વર્ષે હું સમગ્ર વિશ્વમાં પાણી, વરસાદ અને બરફ્ વર્ષાનો ભયંકર દુષ્કાળ પાડવાનો છું. કારણ કે હું જ કલ્કી અવતાર ભગવાન વિષ્ણુનો દશમો અવતાર છું અને સતયુગમાં મારી જ સતા પૃથ્વીલોક પર ચાલે.

પોતાને કલ્કી અવતાર જાહેર કરનાર રમેશચંદ્ર ફેફર ફરી ચર્ચામાં આવ્યા છે.. વડોદરા સિંચાઈ વિભાગના પૂર્વ ઈજનેર રમેશચંદ્ર ફેફર આ વખતે પોતાના પગરના ગ્રેચ્યુઈટીના 16-16 લાખ માગ્યા છે.. અને દાવો કર્યો છે કે પોતે ભગવાનનો 10મો કલ્કી અવતાર છે.. અને જો તેના હક્કના પૈસા નહીં આપવામાં આવે તો તેઓ દેશ અને દુનિયામાં દુષ્કાળ લાવશે.

અહીં ઉલ્લેખનીય છે કે 3 વર્ષ પહેલાં રમેશચંદ્ર ફેફર ઉપર પત્નીએ માનસિક અને શારિરીક ત્રાસ આપવાનો મહિલા પોલીસ મથકમાં કેસ કર્યો હતો, ત્યારથી તે રમેશચંદ્રથી અલગ પોતાના સંતાન સાથે રહે છે. આ કિસ્સાથી જ રમેશચંદ્ર ફેફરે પોતને કલ્કી અવતાર ગણાવી પોતે વિષ્ણુ ભગવાન હોવાનો દાવો કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રમેશચંદ્ર ફેફર મૂળ વાંકાનેર તાલુકાના પંચાશિયા ગામના વતની છે અને અમોને મળેલી માહિતી મુજબ હજુ પંચાસીયામાં તેમના ભાઈઓ રહે છે અને તેમના મકાન પણ આવેલા છે. રમેશચંદ્ર ફેફર પણ અવાર નવાર પંચાસીયા આવે છે. તેઓ છેલ્લે 14/5/2021 (રમજાન ઇદમાં) પંચસિયા આવ્યા હતા. તેઓ પંચાસીયાના એક હોશિયાર વિદ્યાર્થી હતા અને વાંચનના શોખીન વ્યક્તિ છે, છેલ્લે તેઓ પંચસિયા જ્યારે આવ્યા ત્યારે ગામના યુવાનો સાથે બેઠક કરી હતી અને ઘણી બધી ચર્ચા કરી હતી. ત્યારે પણ તેઓએ પોતે કલ્કિ અવતાર હોવાનું જણાવ્યું હતું.

આ સમાચારને શેર કરો