રાજકોટ: કાલથી એસસીએ મેદાન પર સૌરાષ્ટ્ર-મુંબઈ રણજી ટ્રોફી મેચ
રાજકોટમાં આવતીકાલથી સૌરાષ્ટ્ર અને મુંબઈ વચ્ચેના ચાર દિવસનો રણજી ટ્રોફી મેચનો પ્રારંભ થશે. જેમાં સૌરાષ્ટ્રની ટીમ ઘરઆંગણે એસસીએ મેદાન પર ધરખમ ગણાતી મુંબઈની ટીમને પરાજીત કરવા ફેવરીટ ગણાય છે.
આ ચાર દિવસના મેચનું પ્રસારણ હોટસ્ટાર પરથી થવાનું છે. મેચ સવારે 9.30 થી શરુ થશે અને 12થી12.40 લંચ બ્રેક રહેશે. બીજુ સેશન 12.40 થી 2.40 સુધી અને ત્રીજુ સેશન બપોરે 3.00 થી 4.30 સુધી રમાશે. સૌરાષ્ટ્રે અત્યાર સુધીમાં 6 મેચ રમ્યા છે જેમાં 3માં જીત અને એકમાં હાર સાથે તે 25 પોઈન્ટ ધરાવે છે અને પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. જયારે મુંબઈએ 6 મેચમાં 1 જીત અને 2 હાર મેળવી છે અને તે 13 પોઈન્ટ ધરાવે છે.
હવે સૌરાષ્ટ્ર માટે આ મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ઉંચે આવવાનો અવસર છે. ગ્રુપ અને બીની ટોચની પાંચ ટીમો કવાર્ટર ફાઈનલમાં પ્રવેશશે. જયારે ગ્રુપ-સીની બે ટીમ કવાર્ટર ફાઈનલમાં જશે. અને કવાર્ટર ફાઈનલમાં જે ટોપની ટીમ રહેશે તે ચાર સેમીફાઈનલમાં જશે. જયારે આઠમી ટીમ તરીકે ફલેટ ગ્રુપમાં જે ટીમે 2019-20માં પ્રથમ સ્થાન મેળવ્યું હશે તેને સમાવેશ કરાશે. કવાર્ટરફાઈનલમાં પ્રવેશ્યા બાદ ટીમને આગામી સીઝનમાં પણ આ રીતે રમવાનો અવસર મળશે.