skip to content

રાજકોટ: સમરસ હોસ્ટેલમાં નબળી ગુણવત્તાવાળું ભોજન પીરસતા વિરોધ

રાજકોટ: યુનિવર્સિટી પાસે આવેલ સમરસ હોસ્ટેલમાં જમવાનું ખુબ નબળી ગુણવત્તાવાળુ આપતા હોવાના કારણે વિદ્યાર્થીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો. આ પૂર્વે પણ આવા કિસ્સા ઘણી વખત બન્યા છે અને તેમની રજૂઆતો પણ કરવામાં આવી છે આમ છતાં ગુણવત્તામાં કોઈ ફેરફાર થતો નથી.

ગઈકાલે ફરી પાછુ જમવા ભોજન ખૂબ નબળી ગુણવત્તા વાળું આવતા વિદ્યાર્થીઓમાં આક્રોશ જોવા મળતો હતો અને તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો. 100થી વધુ વિદ્યાર્થીઓ ધરણા ઉપર બેસી ગયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે સમરસ હોસ્ટેલમાં ભોજનની ગુણવત્તા ખૂબ નબળી હોય છે તેમજ પાણીની પણ સમસ્યા સામે આવતી રહે છે આ ઉપરાંત સાફ-સફાઈ પણ વ્યવસ્થિત થતી ન હોવાની ફરિયાદ સામે આવી રહી છે.

આ સમાચારને શેર કરો