skip to content

રાજકોટ: ગાંધીજીએ સ્થાપેલી રાષ્ટ્રીય શાળામાંથી રૂ. 5 લાખની કિંમતનો દારૂનો પક્કડાયો.

રાજકોટ: ગાંધીનાં ગુજરાતમાં જ્યાં એક તરફ દારૂબંધીનિ વાતો કરવામા આવી રહી છે ત્યાં બીજી તરફ ગાંધીજી દ્વારા જ સ્થપાયેલી રાષ્ટ્રીય શાળામાંથી પાંચ લાખ રૂપિયાનિ કિમતનો દારૂનો જથ્થો મળી આવ્યો છે. આ ઐતિહાસિક રાષ્ટ્રીયશાળાનાં કેમ્પસમા આવેલાં ક્વાટર્સમાંથી દારુનો જથ્થો મળ્યો છે. આ આખી ઘટનામાં બુટલેગર સંદીપ દિપીલ દક્ષિણી નાસી જતાં તેની શોધખોળ ચાલુ છે.

A ડિવિઝનનાં PSI એસ.વી. સાખરા સહિત આખી ટીમે રાષ્ટ્રીયશાળા પર દરોડા પાડ્યા હતાં. પોલીસે મકાનનાં તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો. અને તપાસ કરતાં જુદી જુદી બ્રાન્ડની 473 બોટલ્સ મળી હતી. આ સાથે 260 ચપ્લા અને 16 ટીન બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી 5,18,975 રૂપિયાનો દારૂ જપ્ત કર્યો હતો.

પોલીસ સૂત્રોનાં જણાવ્યાં અનુસાર, સંદીપનાં દાદા ગાંધીવાદી હતા તેથી જ તેમને આ રાષ્ટ્રીયશાળાનું ક્વોટર આપવામાં આવ્યું હતું. સંદીપ આ પહેલાં કપડાં અને મોબાલઇનો વેપાર કરતો હતો. પરતું છેલ્લા કેટલાંક સમયથી તે દારુનાં ધંધાને રવાડે ચઢી ગયો હતો.

રાષ્ટ્રીય શાળાનાં મેનેજિંગ ટ્રસ્ટી જીતુ ભાઇનું કહેવું છે કે, સંદીપનાં ક્વાટરમાંથી દારુનો જથ્થો મળવાને શાળા સાથે કોઇ જ કનેક્શન નથી. શાળાનાં કેમ્પસમાં અનેક લોકો ગેરકાયદે દબાણ કરીને રહે છે. કેટલાંક તત્વો છાશવારે દારૂ પીને ધમાલ કરવા આવે છે. અને કેમ્પસમાં દારુ વેચાતો હોવાની આશંકાએ જ અમે 23 મેનાં રોજ રાજકોટનાં પોલીસ કમિશનરને લેખિતમાં રજૂઆત કરી હતી.

સંદીપનાં પિતા દિલીપભાઇનું નિધન થઇ ગયુ છે અને હાલમાં તેની પત્ની પ્રસૂતિ માટે પિયર ગઇ હતી. જેથી તે ઘરમાં એકલો હતો આ તકનો લાભ લઇને તેણે શાળાનાં ક્વાટર પર દારુનો મોટો જથ્થો ઉતારાવ્યો હતો. સંદીપ પોતે શુક્રવારે સવારે ઘરેથી નીકળી ગયો હતો તેવું તેનાં પાડોશીનું કહેવું છે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/ECVpypuZSbJBZMyYjhoQVi

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો