Placeholder canvas

રાજકોટમાં અકસ્મતમાં મૃત્યુ પામેલા પોલીસ જવાનને વાંકાનેરમાં ગાર્ડ ઓફ ઓનર સાથે અપાઇ અંતિમ વિદાય

મોરબી જીલ્લાના વાંકાનેરમાં રહેતા પોલીસ જવાનનું રાજકોટ ખાતે આજે અકસ્માતમાં મોત થયુ હતુ. તેમને વાંકાનેરમાં ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી.

શહેરના ગાંધીગ્રામ પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા તેમજ પીઆઇના ડ્રાઇવર એવા અશ્વિનભાઇ પોપટભાઇ મદ્રેસાણીયા આજરોજ બિમારી સબબ બાઇક લઇ હોસ્પિટલે જવા નીકળ્યા બાદ એરપોર્ટ રોડ પર ઢળી પડતાં શરીરે ઇજા થતાં તેમને સારવારમાં ખસેડાયા હતા. પરંતુ સારવાર કારગત ન નીવડતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. પોલીસમેનનાં મોતથી પોલીસ વર્તુળમાં શોકનો માહોલ છવાયો હતો.

મારૂતીનગર પોલીસ લાઇન બ્લોક-2, કવાર્ટર-23માં રહેતા અશ્વિનભાઇ પોપટભાઇ મદ્રેસાણીયા (ઉ.વ.52) ગાંધીગ્રામ પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અને પીઆઇ કે.એ.વાળાનાં ડ્રાઇવર હતા. આજે સવારે આઠ વાગ્યે નોકરી પર ગયા હતા. ત્યાં તબીયત સારી ન લાગતાં બાઇક લઇ હોસ્પિટલે જવા નીકળ્યા હતા અને બાદમાં રસ્તામાં જ તબીયત લથડતાં એરપોર્ટ રોડ પર અભિલાષા સોસાયટી પાસે ચાલુ બાઇકે ચક્કર આવતા માથે ઇજા થતાં તેને સિવિલ હોસ્પિટલે લઇ જવાયા હતા. તેમને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતાં.

અશ્ર્વિનભાઇને સંતાનમાં એક પુત્ર, એક પુત્રી છે. તેમના પુત્ર વિશાલની 20 દિવસ પૂર્વે જ સગાઇ થઇ હતી. અશ્વિનભાઇ પ્રકૃતિ પ્રેમી હતી. તેઓએ પોલીસ હેડકવાર્ટરમાં અનેક વૃક્ષો વાવ્યા છે. અશ્વિનભાઇ મળતાવડા સ્વભાવના હતા. લોકડાઉનમાં પણ પ્રશંસનીય કામગીરી હતી. તેઓ ઇ.સ.1994થી પોલીસ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા હતા.

રાજકોટનાં તમામ પોલીસ મથકમાં ફરજ બજાવી ચુકયા છે. અશ્ર્વિનભાઇનાં મોતથી એસીપી દિયોરા, ગાંધીગ્રામ પીઆઇ કે.એ.વાળા, ડી-સ્ટાફ પીએસઆઇ પટેલ અને પોલીસ મિત્રો અને પરિવારજનો પણ સિવિલ હોસ્પિટલે પહોંચી ગયા હતા. અશ્વિનભાઇનાં મોતથી પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/D8si7rQZb9c7DlZFdyRiAm

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

.

આ સમાચારને શેર કરો