હળવદમાં આજે વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો, જિલ્લાના કુલ કેસ 249


હળવદ : મોરબી જિલ્લામાં રવિવારે એક દિવસમાં 25 કેસ કોરોનાના નોંધાયા હતા જેમાં હળવદના ત્રણ કેસ હતા જ્યારે આજે સાંજે હળવદમાં વધુ એક કોરોના કેસ નોંધાયો છે. હળવદમાં અગાવ પોઝિટિવ આવેલ પિતા બાદ પુત્રનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે.

હળવદ શહેરના 28 વર્ષના યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેનું સેમ્પલ રાજકોટ ખાનગી હોસ્પિટલ દ્વારા લઈ અમદાવાદ ખાનગી લેબમાં મોકલવામાં આવ્યું હતું. આ યુવાનના પિતાનો પણ બે દિવસ પહેલા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મોરબી જિલ્લામાં આજના આ કેસ સાથે કોરોનાના કુલ કેસનો આંકડો 249 થઈ ગયો છે.

