રાજકોટ જેલમાં તંબાકુ-મોબાઇલ પહોંચાડનાર રંગેહાથ ઝડપાયો
રાજકોટ: શહેરની મધ્યસ્થ જેલમાં અગાઉ પણ મોબાઈલ સહિતની પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી હતી. થોડા સમય પૂર્વે જ સેન્ટ્રલ જેલમાં કોઈ શખ્સ બહારથી દડામાં વીંટાળી તંબાકુ સહિતની વસ્તુઓ ફેંકી ગયો હતો.દરમિયાન જેલમાં ફરી આ પ્રકારે પ્રતિબંધિત વસ્તુ ફેંકવા આવેલા શખ્સને અહીં જેલ બહાર ચેકીંગ કરી રહેલા સ્ટાફે ઝડપી લીધો છે. તેણે ઘા કરેલા પડીકામા તબાકું,સિગારેટ,પાન મસાલા તેમજ મોબાઈલ મળી આવ્યો હતો. આ શખ્સ કોના કહેવાથી આ ચીજ વસ્તુઓ અહીં ફેંકતો હતો, આમા અન્ય કોઈ સંડોવાયેલા છે કે કેમ સહિતના મુદ્દે પોલીસે તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ મધ્યસ્થ જેલમા જેલર તરીકે ફરજ બજાવતા ડી. પી.રબારીએ પ્રહલાદ નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમા આરોપી તરીકે રાજકોટના હિતેષ ઉર્ફે બંટી સવજીભાઈ બાબરીયાનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ગઈકાલ તેઓ તેમની ફરજ પર હતા એ દરમિયાન બપોરના જેલ મેઈન ગેટ પાસે ફરજ બજાવનાર કોન્સ્ટેબલ ઉમંગ કુમારએ જણાવ્યું હતું કે, બપોરના તેઓ તેમની ફરજ પર હતા અને ફૂટ પેટ્રોલિંગ કરતા હતા તે સમયે એક શખ્સ શંકાસ્પદ રીતે જોવા મળયો હતો. જેલ બહાર ઉભેલા આ શખ્સના હાથમાં એક સફેદ કલરની પ્લાસ્ટિકની કોથળી હતી. જેના પર ખાખી સેલોટેપ વિટી હતી.જે પડીકું તેણે રોડ પરથી જેલમાં ઘા કરી હતી. જેથી અન્ય સ્ટાફની મદદથી આ શખ્સને ઝડપી લીધો હતો.બાદમા આ શખ્સનું નામ પૂછતા તેણે પોતાનું નામ હિતેષ ઉર્ફે બંટી સવજી બાબરીયા (ઉ.વ 30) હોવાનું જણાવ્યુ હતુ. પડીકીમાં તબાકુંની પડીકી હોવાનું જણાવ્યું હતું.
બાદમાં જેલરને જાણ કરતા આ શખ્સે જેલમા ઘા કરેલી પડીકી ખોલતા તેમાંથી બુધાલાલની પડીકી 16 નંગ, રજનીગંધા પાન મસાલા 3 નંગ, વિમલ પાન મસાલા 4 નંગ, ચૂંનાની પડીકી, સેમસંગ કંપનીનો મોબાઈલ અને ગોલ્ડ ફ્લેકની સિગારેટ નંગ ત્રણ મળી આવી હતી.જેથી આ શખ્સ સામે પ્ર. નગર પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.
આ શખ્સ કેટલા સમયથી આ રીતે જેલમાં પ્રતિબંધિત વસ્તુઓ પહોંચાડતો હતો. તેમજ કોના કહેવાથી આ રીતે જેલમા આ રીતે વસ્તુઓ ઘા કરતો હતો.અને કારસ્તાનમાં અન્ય કોઈ કે, જેલના કોઈ સ્ટાફની સંડોવણી છે કે કેમ? સહિતના મુદ્દે પોલીસે તપાસ ચલાવી રહી છે.બનાવની વધુ તપાસ પી.એસ.આઈ એમ.બી.ગોસ્વામી ચલાવી રહ્યા છે.