સુરેન્દ્રનગર: બિનસચિવાલયની પરીક્ષામાં ગેરરીતિની ગંધ, પ્રશ્નપત્રોનું કવર સીલબંધને બદલે ખુલ્લું


3700 જગ્યા માટે યોજાનારી આ પરીક્ષા માટે 11 લાખ ઉમેદવારોએ આવેદન આપ્યુ.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આજે બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા લેવાઇ હતી. 3700 જગ્યા માટે યોજાનારી આ પરીક્ષા માટે 11 લાખ ઉમેદવારોએ આવેદન કર્યું છે. રાજ્યના દરેક જિલ્લામાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવવા માટે આ પરીક્ષા આપી હતી. ત્યારે સુરેન્દ્રનગરમાં પરીક્ષાર્થીઓએ આક્ષેપ કરતાં કહ્યું છે કે, ‘એમ.પી શાહ કોમર્સ કોલેજમાં પેપરનાં સીલ તૂટેલા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યાં હતાં.

અનેક વિદ્યાર્થીઓ હોબાળો મચાવતા આ અંગેની ફરિયાદ જણાવતા કહ્યું કે, ‘સામાન્ય રીતે ક્લાસમાં પેપરનું પેકેટ આવે છે તે સીલબંધ આવે છે પરંતુ પેકેટ ખુલ્લું આવ્યું હતું. આ ઉપરાંત સીલબંધ પેપર ફાઇલમાં વિદ્યાર્થીની સહી લેવામાં આવે છે તે જગ્યા પણ ખાલી હતી. વિદ્યાર્થીની સહી પછી આ પેકેટને ખોલવામાં આવે છે પરંતુ આ પેકેટ ખુલ્લું હતું અને કોઇની સહી પણ ન હતી.’

ઉમેદવારોનો આરોપ છે કે ગેરરીતિ કરવાના આશયથી સીલ તોડવામાં આવ્યા છે. હોબાળાના પગલે સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/ECVpypuZSbJBZMyYjhoQVi

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો