વાંકાનેર તાલુકાના 27 ગામોમાં પોરાભક્ષક માછલીઓ પાણીમા મૂકવામાં આવી
વાંકાનેર તાલુકાના ગામડાઓમાં ભારે વરસાદના કારણે ગામને ફરતે ભરાતા કે કાયમી ભરાઈ રહેતા પાણીના મોટા ખાડામા મચ્છરના પોરાભક્ષક માછલી મુકવાની કામગીરીનું આયોજન તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા કરવામાં આવ્યું હતું.
જેમની અનુસંધાને વાંકાનેર તાલુકાના 27 ગામોમાં આગેવાનોની હાજરીમાં પાણી ભરાયેલા મોટા ખાડામાં આ પોરાભક્ષક માછલી મૂકવાની કામગીરી કરવામાં આવી હતી. જેનું મોનિટરિંગ તાલુકા હેલ્થ ઓફિસર તેમજ પીએચસીના મેડિકલ ઓફિસર દ્વારા કરવામાં આવ્યું હતું.
મચ્છર હટાવો બિમારી ભગાવો
અત્રે ઉલ્લેખનીય છે કે પાણી ભરેલા ખાડામાં મચ્છરોના પુરા થાય છે અને એ પુરા માંથી મચ્છરોની મોટો સમૂહ પેદા થાય છે અને જે કરવાથી લોકોમાં બિમારી ફેલાય છે આવા ખાડામાં પોરાભક્ષક માછલીઓ નાખવાથી આ માછલીઓ મચ્છર ના આપવો ને ખાઈ જાય છે જેથી મચ્છરોની ઉત્પત્તિ અટકે છે આ ઉપરાંત કતરના વાંચકોના રહેઠાણની આસપાસ જો આવા કોઈ નાના ખાડાઓ હોય અને તેમાં વરસાદનું કે અન્ય પાણી ભરેલું રહેતું હોય તો તેમાં તેલ અથવા ઓલ થોડું નાખવાથી પણ મચ્છરોનો ઉપદ્રવ અટકે છે.
👍👍👍👍👍👍👍👍
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનની મોબાઇલ ઍપ્સ ડાઉનલોડ કરો…..
https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…