વાંકાનેર: પ્રતાપચોકમાં 27 વર્ષીય યુવાનનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ
વાંકાનેર: વાંકાનેર તાલુકાના વાંકિયા ગામ ખાતે વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ વાંકાનેર શહેરના પ્રતાપ ચોકમાંથી પણ એક 27 વર્ષીય યુવાનનો કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો છે. આ સાથે વાંકાનેર તાલુકામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા કુલ ૧૬ થઈ ગઈ છે.
આરોગ્ય તંત્ર તરફથી મળેલી માહિતી મુજબ આ પ્રતાપ ચોકના કોરોના પોઝિટિવ વ્યક્તિની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવેલ નથી અને કોઈના સંપર્કમાં આવ્યાની પણ કોઈ માહિતી નથી. આ પ્રતાપચોકના યુવાનનું ગઈકાલે વાંકાનેર સિવિલ હોસ્પિટલમાંથી સેમ્પલ લેવામાં આવ્યું હતું જેમનો રિપોર્ટ આજે પોઝિટિવ આવેલ છે.
આજે સાંજના પાંચ વાગ્યે મોરબી જિલ્લામાં એકી સાથે પાંચ કેસ આવ્યા છે જેમાં મોરબી વાંકાનેર અને હળવદ તાલુકામાં એક એક કેસ નોંધાયો છે. આ સમાચાર હજુ લખી રહ્યા ત્યાં જ વાંકાનેરના પ્રતાપ ચોકમાં રહેતા એક 27 વર્ષીય યુવાનનો કોરોના પોઝિટિવનો એક વધુ કેસ સામે આવ્યો છે. આમ આજના મોરબી જિલ્લાના કુલ 7 કેસ નોંધાયા છે. મોરબી જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંકડો 85 પર પહોંચી ગયો છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/JyR2V8hjS4LAPJZA65ZTwk
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…