વાંકાનેર: જડેશ્વર રોડ પર, વડસર પાસે વધુ એક અકસ્માત
વાંકાનેર: જડેશ્વર રોડ પર, વડસર દરગાહ પાસે હજુ બે ચાર દિવસ પૂર્વે રોડમાં પડેલા ખાડાના કારણે અકસ્માત થયું હતું તે હજુ ભુલાયુ નથી ત્યાં જ એ જગ્યાથી થોડું જડેશ્વર તરફ આગળ આજે વધુ એક અકસ્માત થયું છે.
મળતી માહિતી મુજબ જડેશ્વર રોડ પર વડસર દરગાહ થી થોડું જડેશ્વર તરફ મોબાઈલના ટાવર પાસે ઇકો અને વેગાનેર કાર વચ્ચે અકસ્માત થયો છે.
જડેશ્વર રોડ ઉપર ઘણી બધી જગ્યાએ રસ્તામાં મોટા મોટા ખાડા પડી ગયા છે એ ખાડા પર થિંગડા મારવાનું કે નવો રોડ બનાવવા માટે જવાબદાર તંત્ર પગલાં લેતું ન હોવાથી આ રસ્તા ઉપર અવારનવાર આવા અકસ્માતો થઈ રહ્યા છે. અમોને મળેલ માહિતી મુજબ જડેશ્વર રોડ પર મોબાઇલ ટાવર પાસે રસ્તામાં એક મોટું ગાબડું પડેલ છે ત્યાં આગળ જતી કારે અચાનક બ્રેક કરતા પાછળ સ્પીડમાં આવતી કાર આગળની કારની પાછળ ધડાકાભેર અથડાઇ જતા બંને કારમાં સારું એવું નુકશાન થયું છે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/B8TnXM4JtEGHSLX1iHG1Ew
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…