ટંકારા: પાંજરાપોળને સહકારી અગ્રણી સ્વ.વાધજી બોડા પરીવારનુ ૧,૧૧,૦૦૦નુ અનુદાન

(Jayesh Bhatasana-Tankara)
ટંકારા: ” સહકાર રત્ન ” સામાજીક અને રાજકીય અગ્રણી કુભકો – નાફેડ – રા.ડી.ક્રો.બેન્ક પુર્વચેરમેન વાધજીભાઈ રૂગનાથભાઈ બોડા તા. ૨૪-૪-૨૧ ના રોજ ગોલોકવાસ થતા તેમના પરિવાર દ્વારા એમની ગાયમાતા આદીઅબોલ જીવો પત્યેની અનન્ય લાગણી સાથે કરૂણા થકી પોતે સહાયક બની અન્યોને પ્રેરણા પૂરી પાડતા હતા.

ત્યારે તેઓશ્રીના પરિવાર દ્વારા શ્રી ટંકારા પાંજરાપોળ ટ્રસ્ટના આશ્રિત અબોલજીવ માટે એક લાખ અગિયાર હજાર નુ અનુદાન આપી સંસ્થાને જરૂરીયાત થયે જાણકરી ધટતુ કરવાની તૈયારી જે સવ. વાધજીભાઈ બોડા જીવદયા માટે હાર્દિક લાગણી ધરાવતા એ પ્રમાણે આ કેડીએ બોડા પરીવાર પણ તન મન ધનથી મદદરૂપ બનવાની ભાવના વ્યક્ત કરેલ

આ તકે શ્રી ટંકારા પાંજરાપોળ ટ્રસ્ટ ના ટ્રસ્ટી અને કાર્યકરોએ સ્વ વાધજી બોડા પરીવાર નો ગદગદીત બની આભાર વ્યક્ત કર્યો હતો.

આ સમાચારને શેર કરો